(સંવાદદાતા દ્વારા)
હિંમતનગર, તા.૩
હિંમતનગર તાલુકાના બારોટ/બ્રહ્મભટ્ટ સમાજના વિવિધ ગામોના આગેવાનો ભાજપની વિચારસરણીથી નારાજ થઈ તેમની સાથે છેડો ફાડી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના બક્ષીપંચ સેલના પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવી, કમલેશભાઈ પટેલ પૂર્વ વિધાનસભા ઉમેદવાર, સુરેશભાઈ પટેલ પ્રમુખ હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતિ, તાલુકા સદસ્ય અજમેલસિંહ, પ્રદેશ યુથ કોગ્રેસ મંત્રી ઉત્સવ પટેલ, ખજાનચી નયન પટેલની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં અને પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે.