હિંમતનગર, તા.૩૦
ઓડેક્ષ ક્લબ ઈન્ડિયા અને ટુ ગેધર ક્લબ હિંમતનગર દ્વારા કુલ ૨૦૦ કિ.મી. સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.
હિંમતનગરથી પોલો ફોરેસ્ટ-વિજયનગર રાણી- અપ એન્ડ ડાઉન કુલ ૨૦૦ કિ.મી.ની સાઈકલ રાઈડ પહાડીવાળા એરિયામાંથી પસાર થઈ હતી. તેમાં કુલ ૧૬ સાયકલ રાઈડરે ભાગ લીધેલ હતો. જેમાં હિંમતનગરના બિઝનેસમેન રાજ મોટર્સ-ટાટા મોટર્સના ડીલર એવા ૬૧ વર્ષીય યુસુફભાઈ હરસેલિયા પણ ભાગ લઈ આ સ્પર્ધા ૧૨ કલાકમાં પૂરી કરી હતી. સતત ૧૨ કલાક સાયકલ ચલાવી સ્પર્ધા જીતીને તેમણે હિંમતનગર તેમજ વ્હોરા સમાજનું નામ રોશન કરેલ છે. ૬૧ વર્ષની ઉંમરમાં ૨૦૦ કિ.મી. સાયકલ ચલાવી આજના યુવાનોને પ્રેરણારૂપ સાબિત થયેલ છે.