હિંમતનગર નૂર કોલોનીમાં જમિઅતે ઉલમા-એ-હિંદના તૈયાર થયેલ સ્કાઉટના કન્વિનર હા.અશ્ફાકની ટીમના ૩૫ જેટલા છોકરાઓએ પોતાના હાથ ખર્ચમાંથી ૧૦રૂા.માંથી ૫ રૂા. બચત કરી ધાબળા ખરીદીને રોડ-રસ્તા પર ગરીબ લોકોને ધાબળાનું વિતરણ કર્યું હતું.
શિયાળાની કડકડતી ઠંડીમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ગરીબોને ધાબળાનું વિતરણ કરાયું હતું. આ વિતરણ જમિઅત ઉલમા-એ-હિંદના સેક્રેટરી મૌલાના મોહસીન કિફાયતનગરના કહેવા મુજબ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ હા.અશ્ફાક ખેડબ્રહ્મા તાલુકા મેમણ જમાત યુથ સર્કલ નુરકોલોની હા.હસ્સાન પાણપુર હાજર રહ્યા હતા.