હિંમતનગર ખાતે કેથોલિક ચર્ચમાં નાતાલની ઉજવણી ભક્તજનો દ્વારા નાતાલના ભજનો ગાઈને કરવામાં આવી હતી. ત્યાર પછી રેવ.ફાધર કમજી ડુંડે પરમપૂજામાં, કોરોનાની મહામારીના સંદર્ભમાં પ્રભુ ઈસુના જન્મની ઉજવણી સૌને માટે છૂટકારો લાવે, સૌ નિરોગી રહે એવી પ્રાર્થના કરાવી હતી. આ ઉજવણીમાં રેવ.ફાધર હેમંત મેકવાન સભાપુરોહિત તથા રેવ.ફાધર અગસ્ટીન અને હિંમતનગરના શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ, સરકારના નીતિ નિયમોનું પાલન કરતા ખૂબ જ ભક્તિપૂર્વક ભાગ લીધો હતો.
Recent Comments