હિંમતનગર, તા.પ
ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી અલિપ્ત રહી હાંસિયામાં પહોંચી ગયેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ફરીથી શક્તિદળ બનાવવાના અભરખા જાગ્યા છે ત્યારે તેમણે તેના માટે ગુરૂવારે હિંમતનગરની મુલાકાત લઈને કેટલાક વિશ્વાસુઓ, કાર્યકરો સાથે નવા સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી અને તેમાં તેમણે ૧૩મી સપ્ટેમ્બરે અમદાવાદમાં યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેવા માટે અપીલ કરી છે.શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં શક્તિદળની સ્થાપના કરવાનો વિચાર કર્યો છે અને અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે તા.૧૩ સપ્ટેમ્બરના રોજ વિશાળ સંમેલન બોલાવવાનું નક્કી કર્યું છે. જેથી આ સંમેલનમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાના યુવાનોને એક છત્ર નીચે ભેગા કરી સંગઠિત બનાવવાનો ધ્યેય રાખ્યો છે.
આ સમેલનમાં અંદાજે ૧૦ હજારથી વધુ લોકો હાજર રહેશે તેવો દાવો કરીને તેમણે હિંમતનગર ખાતે આવેલ નવા સર્કિટ હાઉસમાં તેમના વિશ્વાસુ કાર્યકરો સાથે બેઠક કરીને માહિતી આપી હતી. એક અંદાજ મુજબ શંકરસિંહના આ કાર્યક્રમમાં સાબરકાંઠાના અંદાજે એક હજારથી વધુ યુવાનો અમદાવાદ જાય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. જેના માટે તેમના વિશ્વાસુ કાર્યકરો ગામડાઓનો પ્રવાસ કરી યુવાનોને શક્તિદળના ધ્યેય અંગે સમજ આપશે.
હિંમતનગરમાં યોજાયેલી શંકરસિંહ વાઘેલાની બેઠકમાં શક્તિદળની સ્થાપના કરવાનો વિચાર

Recent Comments