હિંમતનગર, તા.૧૮
હિંમતનગરના ટાવરચોક નજીક નવા બજારના નાકે આવેલ દુકાનમાં રાત્રે બાઈક પર આવેલા બે બુકાનીધારીઓએ ત્રણ રાઉન્ડ ફાયર કરી ભાગી ગયા હતા. જે અંગેની ફરિયાદ મોડી રાત્રે હિંમતાગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોધાઈ હતી. પોલીસે પાણપુર પાટિયા વિસ્તારમાં રહેતા બે શકમંદોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રભાઈ પટેલે નોંધાવેલી ફરિયદામાં કરેલા આક્ષેપ મુજબ મંગળવારે સાંજે સાતેક વાગ્યાના સુમારે તેઓ પોતાની દુકાનમાં બેઠા હતા. ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ કાચ પર ફાયરિંગ કરીને મહેન્દ્રભાઈને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ અંગે જિલ્લા પોલીસવડા અને અસઓજી તથા એલસીબી સહિત બી ડિવિઝન પોલીસતંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાયા બાદ મહેન્દ્રભાઈ પટેલે શકમંદ તરીકે પાણપુર વિસ્તારમાં રહેતો નવાજ શરીફખાન પઠાણ તથા મોહમદ નવાજ આલમખાન પઠાણ વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે આ બંને શકમંદોને ઝડપી લેવા માટે છ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.
ફરિયદામાં જણાવ્યા મુજબ એકાદ માસ અગાઉ નવાજ પઠાણ તથા મોહમદ નવાજખાન પઠાણ તથા અન્ય એક ઈસમે આવીને બંદૂબ બતાવી રૂા.રપ લાખની માગણી કરી હતી. જેથી બી ડિવિઝન પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.