હિમંતનગર, તા.૨૪
સાબરકાંઠા જીલ્લાના મુખ્યમથક હિમતનગરમાં મંગળવારે ઝ્રછછ સમર્થનમાં નાગરિક જાગરણ સમિતિ દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી જેમાં ૧૫૦ મીટરનો બનાવેલ તિરંગાએ આકર્ષણ જમાવ્યું હતું તો આ મૌન રેલી શહેરના છાપરીયા પાલિકાના ફાયર સ્ટેશનથી નીકળી હતી.હતા.જે શહેરના માર્ગો પર ફરી ટાવર ચોક ખાતે પૂર્ણ થઇ હતી તો આ રેલીમાં શહેરના વેપારીઓ સ્વયંભુ બજાર બંધ કરી રેલીમાં જોડાયા હતા.વિવિધ સંસ્થાઓ અને વિવિધ સંગઠનો, તબીબો પણ જોડાયા હતા તો સાંસદ દીપસિંહ રાઠોડ જીલ્લા અધ્યક્ષ જે ડી પટેલ,હિમતનગર શહેર પ્રમુખ હર્ષદ મિસ્ત્રી મહામંત્રી કિરીટભાઈ શાહ હિમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા,પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર,ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયા સહીત શહેરના બુદ્ધિજીવીઓ,તમામ વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તો આ રેલીને સફળ બનાવવ માટે નલીન પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.