હિંમતનગર, તા.૩૦
વિજયનગર તાલુકાના કણાદર પાસે આવેલા સરદારનગરનાં જંગલમાં બે દિવસ અગાઉ વહેલી સવારે ફૂલ વીણવા ગયેલી એક ૩૪ વર્ષની મહિલાને દીપડાએ ફાડી ખાધા બાદ આ દીપડાને પકડવા માટે વન વિભાગે જંગલની એક કિલોમીટરની ત્રિજ્યામાં ચાર પાંજરા મૂકીને દીપડા માટે શિકારની લાલચ આપી હતી. દરમિયાન રાત્રે શિકારની શોધમાં નીકળેલો આ માનવભક્ષી દીપડો પાંજરે પુરાઈ ગયો હતો.
આ અંગે વન વિભાગના ધોલવાણી ફોરેસ્ટ.આર.એેફ.ઓ તથા તેમની સભ્યો જણાવાયા મુજબ બે દિવસ અગાઉ સરદારનગરના જંગલમાં ફૂલ વીણવા ગયેલી એક મહિલાની દીપડાએ ફાડી ખાધા બાદ વન વિભાગ દ્વારા સરદારનગરનાં જંગલ વિસ્તારમાં એક કિલોમીટરની ત્રિજ્યામાં મૂકાયેલા ચાર પાંજરામાં દીપડા માટે શિકારની વ્યવસ્થા કરી પકડી લાલચ પકડી પાડવાની વ્યૂહરચના ગોઠવવામાં આવી હતી. સદનસીબે શિકારની શોધમાં નીકળેલો આ દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો.