હિંમતનગર,તા.૩૦
નગરપાલિકાના ચીફ ઓફિસરનું મોબાઈલ બિલ રૂા.૪૨ હજાર આવતા તેઓ ચોકી ઉઠ્યા હતા અને પોતાનો મોબાઈલ વપરાશ બંધ કરી દીધો છે. આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે પાંચાભાઈ માળી ફરજ બજાવે છે. જોકે તેમને સરકાર તરફથી તેમની કેટેગરી મુજબ મોબાઈલ ફાળવવામાં આવ્યો છે. જેનો ઉપયોગ કરીને તેઓ નગરપાલિકા તથા તેને સંલગ્ન કામગીરી કરી રહ્યા છે. દરમ્યાન ચીફ ઓફિસરના મોબાઈલનું બિલ રૂા.૪૨ હજાર આવ્યું છ. બીજા તરફ પાલિકાના જે કર્મચારીઓ પાસે સરકારી મોબાઈલ છે. તેનું બિલ રૂા.૨૦૦ની આસપાસ આવે છે. જોકે ચીફ ઓફિસર સરકારી નંબરના મોબાઈલનો ઉપયોગ નેટ માટે કરે છે. પરંતુ રૂા.૪૨ હજારનું બિલ જે કંપનીએ પધરાવી દીધું છે. તે ખરેખર સાચું છે. કે ખોટું તે તપાસનો વિષય છે.
મોબાઈલ બિલ અંગે ચીફ ઓફિસર પાંચાભાઈ માળીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેમનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હોવાને કારણે કોઈ વાતચીત થઈ શકી ન હતી. જ્યારે પાલિકા પ્રમુખ નિલાબેન પટેલે એવો મત વ્યક્ત કર્યો હતો કે જો સરકારના નિયમ કરતા મોબાઈલનું બિલ વધુ હશે તો તે ભરવાની જવાબદારી મોબાઈલનો ઉપયોગ કરનારની રહેશે.