(એજન્સી) તા.૧૧
ઉત્તરપૂર્વ દિલ્હીમાં આવેલા મુસ્તફાબાદના નહેરુ વિહારમાં ગલી નંબર ૧૮માં રામમંદિરની સુરક્ષા ઉસ્માન સૈફી છેલ્લા અઠવાડિયાઓથી કરી રહ્યો છે. તે છેલ્લે દિલ્હી હિંસા ફાટી નીકળવાથી લઇને અત્યાર સુધી આ મંદિરની રક્ષા કરી રહ્યો છે. આ મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. તેની પત્ની કહે છે કે સૈફી જાણતા હતા કે જો આ મંદિરને કંઇ પણ થશે કે કોઇપણ ધર્મ કે જાતિના લોકો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવશે તો પણ તેનો આરોપ તો મુસ્લિમો પર જ લાગશે કેમ કે આ મુસ્લિમ વસતીમાં આવેલા મંદિર છે. જોકે રવિવારે મોડી રાત્રે મંદિરની બહારથી જ ૪પ વર્ષીય સૈફીની પોલીસે ધરપકડ કરી લીધી હતી. તેના પાડોશીઓએ આરોપ મૂક્યો હતો કે પોલીસે તેમની સામે પણ રમખાણ કરવાનો આરોપ મૂકી દીધો છે અને તેમને આશરે ૧રઃ૪પ વાગ્યાના સુમારે તેમની ધરપકડ કરીને તેમને દયાલપુર પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી. તેમની પત્ની કહે છે કે અનેક લોકો અહીં એવા છે જે મંદિરની સુરક્ષા કરી રહ્યા હતા. જોકે મને તો એ સમજાતું નથી કે કયા કારણોસર મારા પતિની ધરપકડ કરી લેવામાં આવી. અમને જ કેમ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જોકે સૈફીની ધરપકડને કારણે હવે મંદિરની રક્ષા કરનારાઓમાં પણ ભય પ્રસરી ગયો છે કે ક્યાંક તેમની પણ ધરપકડ ન કરી લેવામાં આવે. આ દરમિયાન સૈફીની ધરપકડ જોનારા લોકો પણ ફફડી ઊઠ્યા છે ક્યાંક તેમને પણ નિશાન ન બનાવી લેવામાં આવે. તેમના પાડોશી એક મુસ્લિમ યુવકે જણાવ્યું કે તેઓ છેલ્લે બે દાયકા જૂના આ મંદિરની બહાર બેસે છે. અમે આ મંદિરને સુરક્ષા પૂરી પાડીએ છીએ.અમે આખા રાત અને દિવસ તેનો પહેરો કરીએ છએ. પોલીસ એકાએક આવી હતી અને સૈફીના માતા પર બંદૂક તાણીને તેને ઉપાડી ગઇ હતી. તમને જણાવી દઇએ કે હબીબ, ઉસ્માન અને મોહમ્મદ યામીનની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામની ઉંમર ૩૦-૪૦ વર્ષની આજુબાજુ છે. તેમના પરિવારજનો દાવો કરી રહ્યાં છે કે નહેરુ વિહારમાંથી તેમના પરિવારના લોકોની ધરપકડ કરવામાં આવી. આ લોકો તો મંદિરની રક્ષા કરતા હતા. ઉસ્માનના ભાઇએ પણ કહ્યું હતું કે અન્ય રાત્રીની જેમ તેઓ આ રાત્રિ દરમિયાન પણ મંદિરની સુરક્ષા કરી રહ્યાં હતાં. અમે ઇચ્છતા નહોતા કે પાંચ હિન્દુ પરિવારો અમારે ત્યાં રહે છે છતાં અમારા પર કોઇ આરોપ મૂકે કે અમે આ મંદિરને તોડવા માગીએ છીએ.