(એજન્સી) નવી દિલ્હી,તા.૬
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી કેમ્પસમાં હિંસા ભડક્યાના એક દિવસ બાદ સોમવારે કેમ્પસના ગેટ બહાર આશરે ૭૦૦ પોલીસકર્મીઓ ખડકી દેવાયા છે. તેમ પોલીસે સ્પષ્ટતા કરી છે. પોલીસે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરાઇ છે. રવિવારે રાતે માસ્ક પહેરેલા ગુંડાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હથિયારો સાથે હુમલો કરાયો હતો અને કેમ્પસના સંસાધનોને નુકસાન કરાયું હતું ત્યારબાદ વહીવટીતંત્રએ પોલીસને બોલાવી ફ્લેગમાર્ચ કરાવી હતી. જેએનયુ પ્રમુખ આશી ઘોષ સહિત ૨૮ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આશી ઘોષને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી અને બે કલાક સુધી કણસતી રહી હતી.