(એજન્સી) તા.૮
ઉત્તરપ્રદેશમાં ભગવાધારી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળની ભાજપની સરકાર છે. જોકે નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ દેખાવો કરનારા શાંતિપૂર્ણ દેખાવકારો ઉપર જે રીતે યુપી પોલીસે ક્રૂરતા આચરી છે તેનાથી દેશ સહિત દુનિયાભરના દેશો વાકેફ જ છે. આ દરમિયાન અસંતોષ અને લોકોના રોષને હિંસાના માધ્યમથી ડામવાનો પ્રયાસ કરનારી યુપીની યોગી સરકાર હવે રાજ્યમાં નાગરિકતા સુધારા કાયદાના અમલીકરણ તરફ આગળ વધી રહી છે. એક જાણીતા મીડિયાના અહેવાલ અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ અધિકારીઓને આદેશ આપી દીધો છે કે તેઓ પોતાના વિસ્તારોમાં રહેતાં પાક., અફઘાન અને બાંગ્લાદેશથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓની યાદી તૈયાર કરે. જોકે વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આ અંગે હજુ કોઇ લેખિતમાં આદેશ જાહેર કરાયો નથી. આ લિસ્ટ મારફતે ગેરકાયદે વસતા ઘૂસણખોરો સંબંધિત ડેટા એકત્ર કરવામાં સરકારને મદદ મળશે. આ અંગે રાજ્યમાં ગૃહસચિવ અવનીસ અવસ્થીએ જણાવ્યું કે, જિલ્લા મેજિસ્ટ્રેટને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાથી આવેલા એવા ઘૂસણખોરોને ટ્રેક કરવા માટે કહેવામાં આવ્યું છે કે, જેઓ દાયકાઓ પહેલા અહી વસી ગયા છે અને તેમની પાસે નાગરિક્તા નથી. જો કે ઉત્તર પ્રદેશમાં અફઘાનિસ્તાનથી આવીને વસેલા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવનાર લોકોની સંખ્યા ઘણી વધારે હોવાનો અંદાજ છે. આ તમામ લોકો પોતાના દેશમાંથી જુલમનો ભોગ બનીને ભારત આવીને વસી ગયા હતા. તેમણે જણાવ્યું કે, નાગરિક્તા સંશોધન કાયદો લાગુ કરવાની દિશામાં આ પ્રથમ પગલું છે. આ યાદી એકત્રિત કરવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે, રાજ્ય સરકાર નક્કી કરી શકે કે, શરણાર્થીઓની સંખ્યા ખરેખરમાં કેટલી છે. જે બાદ તેમને નાગરિક્તા આપવામાં આવશે. ત્રણ દેશોના શરણાર્થીઓની સૌથી મોટી સંખ્યા લખનૌ, હાપુડ, રામપુર, શાહજહાંપુર, નોઈડા અને ગાઝિયાબાદમાં છે.
હિંસાના માધ્યમથી દેખાવોને શાંત કર્યા પછી યુપીમાં CAAનું અમલીકરણ શરૂ

Recent Comments