(એજન્સી) તા.૨
સીતાની શોધમાં રામ બંગાળ પ્રદેશમાં ક્યારેય પસાર થયા ન હતા અને રાજ્યની વિઝીટર બુકમાં હનુમાનનું નામ ક્યાંય દેખાતું નથી તેમ છતાં હિંદુ આક્રમણ દર્શાવવા અને કોમવાદી લાગણી ભડકાવવા રામનવમી અને હનુમાન જયંતિ એકાએક સારી તક સમાન બની ગયા છે.
જે રીતે ખૂબ જ જૂજ સંખ્યામાં મુસ્લિમો પરંપરાગત તાજીયાના જુલુસમાં બહાર આવે છે અને મોહર્રમ પર તલવાર અને ચાબુકથી પોતાના શરીરને કોરડા મારે છે અને આવું લગભગ ૮૦૦ વર્ષથી થઇ રહ્યુ હોવા છતાં હિંદુ કટ્ટરવાદીઓનું એક જૂથ એવી માગણી કરી રહ્યું છે કે તેમને પણ સરઘસમાં શસ્ત્રો સાથે જાહેરમાં બહાર આવવા દેવામાં આવે. વાસ્તવમાં મોહર્રમની વિધિ ૧ ટકા કરતા પણ ઓછા મુસ્લિમો દ્વારા કરવામાં આવે છે અને તેની રામ કે હનુમાન સાથે તુલના થઇ શકે નહીં. રામનવમી પર ભડકાવવામાં આવેલા રમખાણોમા ંચારના મોત થયા છે અને જો સત્તાવાળાઓ ભગવાધારી રાજ્યોની જેમ વર્ત્યા હોત તો વધુ મૃત્યુ થયા હોત. તેમ છતાં એક બેજવાબદાર જુનિયર કેન્દ્રીય પ્રધાન બંગાળમાં આસનસોલ-રાનિગંજના તોફાનોની ચુનંદી વિડિયો ક્લિપ એવી આશાએ ફરતી કરી છે કે તેના કારણે શક્ય હોય એટલો કોમવાદી ભડકો પ્રજ્વલ્લિત રાખી શકાશે. રામનવમી સમાપ્ત થયા બાદ જેમનું આગમન થયુ એ હનુમાન વિષે આપણે થોડું જાણીએ. આપણે એવું માનીએ છીએ કે તેમનો જન્મ ચૈત્રી પૂર્ણીમાના રોજ થયો હતો પરંતુ તમિળો અને મલિયાલિઓ એવો આગ્રહ રાખી રહ્યા છે કે તેમનો જન્મ પોષ માસમાં (ડિસે.-જાન્યુ.માં) થયો હતો. બીજો વિવાદ એ છે કે પ્રથમવાર હનુમાન ક્યારે પ્રગટ્યા હતા ? સિંધુ ખીણમાં પ્રથમ ભારતીય સંસ્કૃતિમાં રામ કે હનુમાનનો કોઇ ઉલ્લેખ નથી. એ જ રીતે વેદોમાં પણ તેમનો ઉલ્લેખ નથી. કેટલાક અતિઉત્સાહી વિદ્વાનોએ ઇન્દ્રના માનિતા વાનર વિક્સકપિને હનુમાન સાથે સરખાવી દીધા પરંતુ કલ્ચરલ ડીએનએ ટેસ્ટ નેગેટીવ પુરવાર થયો છે. એક વાત ચોક્કસ છે કે મર્યાદા પુરિષોત્તમ ગણાતા રામ એવંુ ક્યારેય ઇચ્છતા ન હતા કે બંગાળમાં શાળાના વિદ્યાર્થીઓ તલવારો રાખીને વિંઝે. હવે જ્યારે બે મોટી ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોને રામ અને હનુમાન દ્વારા પોતાની તાકાતનું પરીક્ષણ કરવાનો કોઇ અધિકાર નથી. પરંતુ હવે રામ અને હનુમાનનો હિંસા અને વોટબેંક માટે ઉપયોગ થઇ રહ્યો છે. વાસ્તવમાં ચૂંટણીઓ પોકળ કે મંત્રમુગ્ધ કરનારી વાક્પટૂતા કે રેડી ટુ યુઝ રમખાણો પર નહીં પરંતુ વાસ્તવિક મુદ્દાઓ પર લડાવી જોઇએ.