(એજન્સી) લંડન, તા.૩૧
રૂઢિવિચારધારાઓને માન આપી ર૦ વર્ષીય મારિઆ મહેમૂદ પ્રતિષ્ઠિત મિસ ઈંગ્લેન્ડ સ્પર્ધામાં પોતાને હિજાબમાં ઢાંકી ભાગ લેનાર પ્રથમ મહિલા બનશે. અત્યાર સુધી કોઈપણ સૌંદર્ય સ્પર્ધામાં કોઈપણ યુવતીને હિજાબ સાથે ભાગ લીધો નથી. બર્મિંગહામની મારિઆ મિસ ઈંગ્લેન્ડના સેમિફાઈનલ સુધી પહોંચી ગઈ છે. જો તે મિસ ઈંગ્લેન્ડ બનવામાં સફળ રહેશે તો મિસવર્લ્ડ સ્પર્ધામાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરશે. મારિઆ મનોવિજ્ઞાનની વિદ્યાર્થિની છે. તેણીનું માનવું છે કે, મુસ્લિમોને આતંકવાદ જેવી નકારાત્મક વસ્તુઓ સાથે જોડવામાં આવે છે. તેણી આ વિચારોને બદલવાનો પ્રયાસ કરવા માંગે છે.