(એજન્સી) તા.પ
કોંગ્રેસના નેતા શશી થરૂરે કહ્યું હતું કે હિન્દુ વિચારધારાને હાઈજેક કરી લેવામાં આવી છે. એમણે આનો ખૂબ જ સંકુચિત વિચારવાળા રાજકીય ઉદ્દેશો માટે દુરૂપયોગ કરવા બાબતે ચિંતા જાહેર કરી હતી. હિન્દુ ધર્મ વિશે એમની સમજ વિશે થરૂરે એક પુસ્તક લખ્યું છે. એમણે કહ્યું કે એમને આ સૂચન આપવાવાળા લોકો પર ગર્વ નથી. જેઓ કહે છે કે ફક્ત એક હિન્દુ અને ફક્ત એક ખાસ પ્રકારનો હિન્દુ જ એક સાચો ભારતીય હોઈ શકે છે. એમને એ હિન્દુઓ પર ગર્વ છે જે સાંપ્રદાયિકતાને જડમૂળથી નકારે છે. થરૂર મુજબ એમનું પુસ્તક ‘વ્હાય આઈએમ અ હિન્દુ’ના વિશે વિચાર કેટલાક સમયથી તેમના દિમાગમાં ચાલી રહ્યો હતો. એમણે કહ્યું કે એ કેટલાક સમયથી રાજકીય ઉદ્દેશો માટે હિન્દુ ધર્મ, આસ્થા અને ઓળખાણનો ઉપયોગ કરવામાં આવે છે તે માટે તેઓ ચિંતિત છે. થરૂર મુજબ એમના પુસ્તકમાં હિન્દુત્વ વિચારધારાને તેના પોતાના શબ્દોમાં ફરીથી વર્ણન કરવાનો એક પ્રયત્ન છે. એમણે હિન્દુને એક ધર્મ અને હિન્દુત્વને એક રાજકીય પરિયોજના બતાવીને કહ્યું કે હિન્દુત્વ શબ્દ આપનાર સાવરકર દ્વારા વિશેષરૂપથી લખવામાં આવ્યું હતું કે તે વધારે ધાર્મિક વ્યક્તિ નથી અને તે નથી ઈચ્છતા કે લોકો હિન્દુત્વ અને હિન્દુ વચ્ચે ભ્રમિત થાય. આ પૂછવા પર કે તે સાચા હિન્દુ કોને માને છે. થરૂરે કહ્યું કે આનો જવાબ સરળ નથી. તમે આ શબ્દને નિયંત્રિત નથી કરી શકતા.