(એજન્સી) હયોમ,તા.૧૩
હિબ્રુ અખબાર ઇઝરાયેલ હયોમે ખુલાસો કર્યો છે કે ઇઝરાયેલ યુએઈ, બહેરીન અને અન્ય અખાતના દેશો સાથે મળી લેબેનોનના હિઝબુલ્લાહ સંગઠનને ત્રાસવાદી સંગઠન જાહેર કરવા પ્રયાસો કરી રહ્યું છે. અખબારના જણાવ્યા મુજબ ઘણા બધા દેશોનું માનવું છે કે હિઝબુલ્લાહ જે એક રાજકીય સંગઠનના નામે ઓળખાય છે એ હવે ત્રાસવાદ તરફ વળી રહ્યું છે, એમણે નોંધ્યું છે કે જેમ કે હવે ઇઝરાયેલે અખાતના દેશો સાથે સંબંધો સુધાર્યા છે જેના લીધે એ અન્યો સાથે મળીને આ કાર્ય કરવા પ્રયાસો કરે છે. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયના કૂટનીતિક પ્રયાસોથી જર્મની, યુકે, સ્વીત્ઝરલૅન્ડ, ચેક રિપબ્લિક, કોસોવો, લેવીતીય અને ગ્વાટેમાલા સમેત ૧૪ દેશોએ હિઝબુલ્લાહની પ્રવૃત્તિઓ ઉપર છેલ્લા ૨ વર્ષોથી પ્રતિબંધો મૂક્યા છે. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે હિઝબુલ્લાહને અસ્થિર કરવાનો ઉદ્દેશ્ય એમણે મળી રહેલ ફંડને અટકાવવાનો છે. જેનો ઉપયોગ ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે કરી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું કે હવે અમે અભિયાન ચલાવીશું કારણ કે હિઝબુલ્લાહે એમને શિક્ષા અને સખાવતી પ્રવૃત્તિઓ માટે મળતા દાનની રકમનો દુરુપયોગ કર્યોર્ં છે એ માટે યુરોપીય યુનિયનના દેશોએ હિઝબુલ્લાહની લશ્કરી પાંખ ઉપર પ્રતિબંધ મૂકવા પ્રયાસો કર્યા હતા. હવે તેઓ રાજકીય પાંખ ઉપર પણ પ્રતિબંધો મૂકે. અધિકૃત અહેવાલો મુજબ હિઝબુલ્લાહનું ૩૦ ટકા બજેટ દાન દ્વારા મેળવાય છે. ઇઝરાયેલના અધિકારીના જણાવ્યા મુજબ એમના વિદેશ મંત્રીએ અન્ય દેશોના વિદેશ મંત્રીઓ સાથે હિઝબુલ્લાહ ઉપર પ્રતિબંધ મૂકવા માંગણી કરી છે. સુત્રોએ જણાવ્યું કે આ પગલાંઓથી હિઝબુલ્લાહને દાન મેળવવામાં મુશ્કેલીઓ થશે અને એ સાથે ઈરાન પણ નબળું પડશે.