ભાજપશાસિત હિમાચલ પ્રદેશમાં બળજબરીથી અથવા ફોસલાવીને થતાં ધર્માંતરણ અથવા ધર્મપરિવર્તનના એક માત્ર હેતુથી થતાં લગ્ન વિરૂદ્ધ એક કડક કાયદો લાવવામાં આવ્યો છે, જેનું ઉલ્લંઘન કરનારાને ૭ વર્ષ માટે જેલની સજાની જોગવાઇ છે, તેને એક વર્ષથી વધુ સમય પહેલાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો
(એજન્સી) તા.૨૧
ભાજપશાસિત હિમાચલપ્રદેશમાં બળજબરીથી અથવા ફોસલાવીને થતાં ધર્માંતરણ અથવા ધર્મપરિવર્તનના એક માત્ર હેતુથી થતાં લગ્ન વિરૂદ્ધ એક કડક કાયદો લાવવામાં આવ્યો છે, જેનું ઉલ્લંઘન કરનારાને ૭ વર્ષ માટે જેલની સજાની જોગવાઈ છે, તેને એક વર્ષથી વધુ સમય પહેલાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. હિમાચલપ્રદેશનો ધર્મ સ્વતંત્રતા કાયદો, ૨૦૧૯ને શુક્રવારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અધિસૂચિત કરવામાં આવ્યો, તે ૨૦૦૬ના કાયદાનું સ્થાન લેશે, જેને વિધાનસભાએ નાબૂદ કરી દીધો છે, આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે, જ્યારે ઉત્તરપ્રદેશ દ્વારા ગયા મહિને વિધાનસભામાં પસાર કરાયો હતો, જેમાં વિવિધ શ્રેણી હેઠળ ૧૦ વર્ષ સુધીની સજા અને મહત્તમ ૫૦ હજાર સુધીના દંડની જોગવાઈ છે. હિમાચલ વિધાનસભામાં આ બિલ ગયા વર્ષે ૩૦ ડિસેમ્બરના દિવસે પસાર કરવામાં આવ્યું હતું અને રાજ્યપાલની મંજૂરી મળી જતાં તેના અમલીકરણ માટે એક નોટિફિકેશન જારી કરવામાં ૧૫ મહિના જેટલો સમય લાગી ગયો. આ કાયદા હેઠળ સમજાવી-પટાવીને, બળજબરીપૂર્વક, લાલચ, લગ્ન કે છેતરપિંડી દ્વારા થતાં ધર્માંતરણ પર પ્રતિબંધ લાગશે, ધર્માંતરણના એક માત્ર હેતુથી થતાં કોઈ પણ લગ્નને કલમ-૫ હેઠળ અમાન્ય ઘોષિત કરવામાં આવ્યા છે.
Recent Comments