શિમલા, તા. ૧૨
જમ્મુકાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે ઠંડીમાં એકાએક વધારો થયો છે. બીજી બાજુ ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. તાપમાનમાં ઘટાડો થવાના કારણે લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. બીજી બાજુ બન્ને રાજ્યોમાં કેટલીક જગ્યાએ લઘુતમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. કેટલીક જગ્યાએ માઇનસમાં તાપમાન પહોંચી ગયુ છે. ભારે હિમવર્ષાના કારણે કેટલાક રસ્તાને બંધ કરી દેવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. મંગળવારના દિવસે જમ્મુ -શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ અને મુગલ રોડને બંધ કરી દેવાની ફરજ પડી છે. પરિવહન વિભાગના અધિકારીએ કહ્યુ છે કે બનિહાલ સેક્ટરમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. અન્ય હિસ્સાઓમાં પણ હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના અધિકારીઓના કહેવા મુજબ ૧૧મી ડિસેમ્બરથી લઇને ૧૫મી ડિસેમ્બર સુધી હવામાન હોવાના કારણે ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તરીય કાશ્મીરના બારામુલા જિલ્લા સ્થિત તંગમાર્ગમાં સતત હિમવર્ષા થઇ રહી છે. જ્યારે મેદાની ભાગોમાં હિમવર્ષા થઇ છે. વરસાદના કારણે રાત્રી તાપમાનમાં ઘટાડો થયો છે. જમ્મુ કાશ્મીરના ડોડામાંપણ સતત હિમવર્ષા જારી છે. રાજૌરીના પીર પંજાલ રેંજમાં પણ સતત હિમવર્ષા થઇ રહી છે. અહીં ચારેબાજુ બરફની ચાદર છવાયેલી છે. જેના કારણે જનજીવન સંપૂર્ણ અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં સ્તિત સોલાંગ ખીણમાં હિમવર્ષા થઇ છે. શિમલા વિસ્તારમાં પણ હિમવર્ષા થઇ રહી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા જારી રહેતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.