(એજન્સી) શિમલા, તા.૧૮
બોલીવુડ અભિનેતા સલમાનખાનની બહેનના સસરા એટલે કે, આયુષના પિતા અનિલ શર્મા હિમાચલપ્રદેશના મંડી વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી જીત્યા છે. તેઓએ કોંગ્રેસના વરિષ્ઠ મંત્રી કૌલસિંહ ઠાકુરની દીકરી ચંપા ઠાકુરને ૧૦૮૮પ મતોથી હરાવ્યા છે. અનિલ ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. આ વર્ષે તેઓ ભાજપમાં જોડાયા હતા. અનિલ પૂર્વ કેન્દ્રીય મંત્રી સુખરામના પુત્ર છે. વીરભદ્રસિંગ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. કોંગ્રેસ છોડતા પહેલાં અનિલે કહ્યું હતું કે, તેમની પાર્ટી છોડવાનો કારણ પાર્ટી દ્વારા તેમના પરિવારને નજરઅંદાજ કરવાનો હતો. વીરભદ્રસિંગ અનિલ શર્મા અત્યાર સુધી કોંગ્રેસમાં હતા. આ વર્ષે જ તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. વર્ષ ર૦૧૪માં સલમાનની બહેન અર્પિતાએ તેમના પુત્ર આયુષ સાથે લગ્ન કર્યા હતા. ૩૦ માર્ચ ર૦૧૭માં અર્પિતાએ પુત્રને જન્મ આપ્યો હતો. અનિલ શર્માએ વર્ષ ર૦૦૭ અને ર૦૧રમાં પણ મંડી વિધાનસભા બેઠક પર જીત હાંસિલ કરી હતી. તે વખતે કોંગ્રેસ તરફથી જીત્યા હતા. પણ કોંગ્રેસનો હાથ છોડીને તેઓ આ વર્ષે ભાજપમાં સામેલ થયા હતા. અનિલ શર્મા કોંગ્રેસની સરકારમાં ગ્રામિણ વિકાસ મંત્રી હતા.