અમદાવાદ, તા. ૨૧
અમદાવાદમાં વધુ એક મહિલા છેડતીનો ભોગ બની છે. વાત છે બોપલ વિસ્તારની જ્યાં મહિલાએ તેની જ નજીકમાં રહેતા એક નરાધમ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે આ નરાધમ અવાર-નવાર તેની છેડતી કરતો હતો. એટલું જ નહીં જ્યારે પણ મોકો મળતો ત્યારે નરાધમ તેની સામે ગંદા ઇશારા પણ કરતો હતો. પીડિત મહિલાના જણાવ્યા મુજબ, અગાઉ જ્યારે મહિલા જિમમાંથી ઘરે પરત જઈ રહી હતી તે દરમિયાન આ નરાધમ તેની સાથે લિફ્ટમાં આવ્યો હતો. આ વખતે તેણે તમામ હદ વટાવી નાખી હતી. નરાધમ યુવકે તારી કમર દિશા પટણી જેવી છે તેમ કહીને મહિલાને કમરથી જકડી લીધી હતી. જોકે આ ઘટના બાદ મહિલા હેબતાઈ ગઈ હતી અને બે ચાર દિવસ માટે ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું. જો કે આ નરાધમે તેની આવી હરકતો ચાલુ જ રાખી હતી. જ્યારે પણ મળે ત્યારે નરાધમ તેની સામે ગંદા ઇશારા કરતો હતો. આખરે યુવકના ત્રાસથી કંટાળી મહિલાએ આ મામલે પતિ અને પડોશમાં રહેતી અન્ય મહિલાઓને જાણ કરી હતી. મહિલા અને તેના પતિએ આરોપીની પત્નીને પણ આ અંગે વાત કરી હતી. જોકે પતિનો પક્ષ લઈ આરોપીની પત્નીએ યુવતીને તારો જ વાંક છે તેમ કહી બોલાચાલી કરી હતી. ત્યારબાદ યુવતીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
‘હિરોઈન જેવી કમર છે’ કહીને યુવતીની છેડતી કરનારા સામે ફરિયાદ

Recent Comments