(એજન્સી) તા.૧૧
આશરે ૩ વર્ષ પહેલાં દાલિયા કાફીને કેલગરીના એક પોલીસ અધિકારી એલેક્સ ડને હાથકડી લગાવ્યા બાદ ભારે તાકાત સાથે જાણે તેનું ઉત્પીડન કરી રહ્યો હોય તે રીતે તેને હિંસક રીતે જમીન પર પછાડી દીધી હતી અને તેના બંને હાથ પાછળ બાંધી દીધા હતા. તમને જણાવી દઈએ કે જજે તેના સંબંધિત પુરાવાઓ નકારી કાઢ્યા હતા અને તેને સેવા ફરજના ભાગરૂપે જોઇને ત્યારે પોલીસ અધિકારીને કોઈ સજા નહોતી કરી પણ હવે તેને ત્રણ વર્ષ બાદ દોષિત ઠેરવાયો. કાફીની ૨૦૧૭માં ધરપકડ કરનારા ડન સામેના સીસીટીવી ફૂટેજના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ડને સૌથી પહેલાં કાફીનો ચહેરો નીચે કરી દીધો હતો અને ત્યારે તે તેને હાથકડી પહેરાવી રહ્યો હતો. આ મામલે પોલીસ અધિકારી ડનને સજા થતાં કાફીએ કહ્યું કે હું આ સમાચાર સાંભળીને ખુશ છું. મારા માટે મહત્ત્વપૂર્ણ એ છે કે ભવિષ્યમાં અન્ય કોઈ મહિલા કે યુવતી સાથે આવી ઘટના ન બનવી જોઈએ. હું પણ કોઈની દીકરી છું. હું પણ એક માણસ જ છું. પ્રાદેશિક કોર્ટના જજ મિશેલ ક્રિસ્ટોફરે ડનની ડિફેન્સ અરજી ફગાવી દીધી હતી અને કાફીને પીડિતા જાહેર કરતાં ડનને સજા ફટકારી હતી. તેના માટે વીડિયોને પુરાવા તરીકે ગણવામાં આવ્યો હતો. ક્રિસ્ટોફરે કહ્યું કે અમને લાગે છે કે ડને ત્યારે તેમનું ટેમ્પરામેન્ટ ગુમાવી દીધું હતું.