(એજન્સી) તા.૧ર
રાત્રે ૧૦ વાગે મેરઠ જેલમાંથી ૧૬ દિવસ પછી હું મુક્ત થયો છું, જો આ જ સ્થિતિ રહી તો તે દિવસ દૂર નથી જ્યારે યુપી પોલીસ મને ગૌહત્યા પછી હત્યા, બળાત્કાર, લૂટમાર, ચોરી અને આર્મ્સ એક્ટ હેઠળ પણ ખોટો કેસ દાખલ કરી જેલમાં મોકલી શકે છે, મને નથી ખબર કે ઓચિંતા મારી સાથે શું થયું, બસ એટલું જાણું છું કે તારીખ બદલાતાં જ રપ ઓગસ્ટની રાત્રે ૧ર.૩૦ વાગે રવીશકુમારનો પ્રાઈમટાઈમ શૉને પોતાના લેપટોપ પર યુટ્યુબમાં જોઈ રહ્યો હતો. ઓચિંતા બેઠકનું બારણું ખખડાવવામાં આવે છે. મેં બારણું ખોલ્યું તો લગભગ ર૦ પોલીસ કર્મચારીઓએ આખા ઘરને ઘેરી રાખ્યું હતું. સાદી વર્દીમાં પોલીસ કર્મચારીઓએ મને મારૂં નામ પૂછ્યું. નામ ઝાકિર બતાવવા પર બોલ્યા કે અચ્છા તું જ છે તે યોગી-મોદી પર લખવાવાળો. મને સાદી વર્દીમાં ઊભેલા બે પોલીસ કર્મચારીઓએ મને પોતાના કબજામાં લઈ લીધો અને બાકી પોલીસ કર્મચારી ઘરમાં ઘૂસી ગયા, અંદર ઘૂસેલા પોલીસ કર્મચારી મારા ઘરની તલાશી લઈ રહ્યા હતા અને ઘરની મહિલાઓને અપશબ્દો બોલી રહ્યા હતા, તપાસ પછી તમામ પોલીસ કર્મચારી ઘરની બહાર આવ્યા અને લાકડી ડંડા અને હથિયારોની સાથે મને પોતાની ગાડીઓ સુધી લઈ ગયા. ગાડી સ્ટાર્ટ થઈ મને ધરપકડ કરી ગામની બહાર નીકળ્યા તો જંગલમાં ગાડીઓને ઓચિંતી રોકવામાં આવી, હું ગભરાયો કે કદાચ મારૂં એન્કાઉન્ટર કરવાની તૈયારી છે, પરંતુ થોડી વાર પછી ગાડીઓ ફરીથી સ્ટાર્ટ કરી બીજા સ્ટેશનની સીમામાં ઘૂસી ગઈ તો થોડી ગભરામણ વધવા લાગી. કારણ કે મને જાણ ન હતી કે આ કયા સ્ટેશન અથવા જિલ્લાની પોલીસ છે, થોડું વિચાર્યું કે જો આ પોલીસ કિલ્લા પરિક્ષિતગઢ પોલીસ સ્ટેશનની તો કિછોર પોલીસ સ્ટેશન વિસ્તારના માર્ગથી કેમ લઈ જઈ રહ્યા છે ? પરંતુ થોડીવાર પછી રોડ પર ગાડી ચઢ્યા પછી કિલ્લા સ્ટેશનમાં પહોંચ્યા તો મારા ખિસ્સાની તપાસ લેતાં અપશબ્દો બોલતાં મને જેલમાં નાંખી દીધો, એક પોલીસ કર્મચારીએ મને કહ્યું શું કરો છો, મેં જવાબ આપ્યો કે, સુભારતી યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો વિદ્યાર્થી છું, અપશબ્દોની ગતિવિધિ ગઈ, ઘણા અપશબ્દો મળ્યા પરંતુ હું તો દુઃખમાં હતો કે કયા આરોપમાં જેલમાં રાખવામાં આવ્યો છે ? શું હું સત્તાના દરેક ખોટા કાર્ય, નીતિનો આલોચક છું. માટે તે કોઈ કેસમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો નથી ? પરંતુ હું પોતાને જ પ્રશ્ન જવાબ કરતો રહ્યો. જેવી તેવી રાત પસાર થઈ. સવાર ૧૧ વાગે ગ્રામપ્રધાન તાલિબ ચૌધરી અને ગામના કેટલાક બિનમુસ્લિમ પોલીસ સ્ટેશન પહોંચ્યા. ગ્રામ પ્રધાન તાલિબ ચૌધરી મારા અંકલની સાથે જેલ પાસે મળવા પહોંચ્યા તો તેમણે જણાવ્યું કે તારી ગૌહત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને ખેતર માલિક એટલે ફરિયાદકર્તા પણ આવ્યા છે, તેમણે ઈન્સ્પેક્ટરને મને તે ઘટનામાં નિર્દોષ બતાવી છોડવાની અપીલ કરી હતી પરંતુ ઈન્સ્પેક્ટર મિથુન દીક્ષિતે તેમની એક વાત સાંભળી નહીં અને તાત્કાલિક એક સગીર બાળક ઝુબેરની સાથે ગૌહત્યાના આરોપમાં ચલણ બનાવી દીધું. ભાજપ નેતાઓના પ્રદર્શનને ધ્યાનમાં રાખતાં ઈન્સ્પેક્ટરે મને જેલ મોકલવાની તૈયારી કરી અને ૧ થેલામાં છરીઓ, કુહાડી મારી પાસે પોલીસ કર્મચારીઓ દ્વારા લાવવામાં આવ્યા અને તે થેલા પર મારી પાસે બળજબરીપૂર્વક હસ્તાક્ષર કરાવ્યા. બપોરે ૧ વાગે મને અને ઝુબેરને અદાલત લઈ જવામાં આવ્યા હતા. પંજાબ નેશનલ બેન્ક પર વર્ષોથી ડ્યુટી કરતા એક વૃદ્ધ હોમગાર્ડે પણ મને અદાલત લઈ જનારી ટીમમાં સામેલ હતો. તે ઈન્સ્પેક્ટરને કહેતો હતો. સાહેબ હું છોકરાને ઓળખું છું. તેને બળજબરીપૂર્વક ફસાવવામાં આવ્યો છે. હવાલદાર કહે છે જાણું છુ પરંતુ શું કરૂં, તેને ઈન્સ્પેક્ટર જેલ મોકલી રહ્યા છે, જે વાસ્તવિક ગૌહત્યા કરનારાને પૈસા લઈને છોડી દે છે અને નિર્દોષને જેલ મોકલી રહ્યા છે, હું થોડો ખુશ થયો કે હવાલદાર અને પોલીસ કર્મચારી પણ મારા હકમાં બોલી રહ્યા છે. તાત્કાલિક મેં તેને પૂછ્યું કે જ્યારે તમે જાણો છો પછી આ ગૌહત્યાના હથિયાર મારા પર કેમ લગાવવામાં આવી રહ્યા છે. તો તેમણે જણાવ્યું કે ગભરાવ નહીં જલ્દી છૂટી જશે, અદાલત બધું જાણે છે કે પોલીસ હથિયાર ખોટા જ લગાવે છે જે હથિયાર આરોપી પાસેથી જપ્ત થાય છે. તે જપ્ત નથી થતા પરંતુ પોલીસ પોતાની પાસેથી લગાવે છે અને તું તો પત્રકાર છે. જેલમાંથી છૂટ્યા પછી ઈન્સ્પેક્ટરની વિરૂદ્ધ લખજે, તે મારી ર૦૧૭માં થયેલી ધરપકડ વિશે પૂછે છે કે શું ક્રાઈમ સંખ્યા છે તારી, શું લખ્યું હતું કે તું જેલ ગયો હતો, અંતે યોગી પર શું લખ્યું હતું કે ધરપકડ થઈ. મેં તમામ માહિતી આપી દીધી તો હવાલદારે કહ્યું ગભરાવ નહીં. ચાર્જશીટ બનાવીશ તો છૂટ આપીશ. અદાલતમાં જામીનની અરજી લગાવવામાં આવી ૧ સપ્ટેમ્બરે, સુનાવણીની તારીખ મળી, જામીન ના મળ્યા પછી ૪ સપ્ટેમ્બરે સુનાવણી માટે તારીખ આપવામાં આવી. પછી ૭ સપ્ટેમ્બરે તારીખ મળી તો જામીન અરજી મંજૂર થઈ અને જામીન મળી ગયા. ૯ સપ્ટેમ્બરે રાત્રે ૧૦ વાગે ૧૬ દિવસ પછી જામીન મળ્યા તો ૧૧ વાગે ઘર ગયો. ગામમાં મારી ધરપકડ વિશે વિચિત્ર વિચિત્ર ખુલાસા થઈ રહ્યા છે. જેને હું હવે મીડિયાની સામે જ રાખીશ, બાકી હું હવે યુપી છોડવા માટે વિવશ થઈ ગયો છું. કારણ કે મને ટાર્ગેટ કરી લક્ષ્ય વિના ગૌહત્યાના આરોપમાં જેલ મોકલવામાં આવ્યો છે. જે માટે હું કેટલાક સામાજિક સંગઠનોના વકીલો દ્વારા હાઈકોર્ટમાં જઈશ પરંતુ તમને વધુ અને મહત્ત્વપૂર્ણ માહિતી આપીશ કે દેશનું લોકતંત્ર, બંધારણ અને અધિકારીઓ હાઈજેક થઈ ચૂક્યા છે. જે રિમોટ દ્વારા સત્તાધારી દળના ગુંડાઓની સામે નાચી રહ્યા છે, પોલીસનો આભાર કે મારૂં એન્કાઉન્ટર ના કર્યું, નહીં તો યોગીજીની ઠાય ઠાય પોલીસ રાતના અંધકારમાં ક્યાંય પણ ગાડી પલટાવી શકતી હતી.