(એજન્સી) તા.૩
૨૦ નવેમ્બરે ૩ વાગ્યે સવારે મુદસ્સિર અલી નામના પત્રકારને ૩૦ વર્ષની વયે જ છાતીમાં દુઃખાવાની ફરિયાદ થઈ. તેનો ભાઈ જહાંગીર અલી તેને લઈને તાત્કાલિક ચારાર-એ-શરીફમાં આવેલી હોસ્પિટલે લઈને દોડ્યો હતો. તે ઘરેથી નીકળ્યાંને ફક્ત ૫ જ મિનિટના જ અંતરે આવેલી હતી. આ હોસ્પિટલમાં લગભગ કલાક જેટલો સમય બરબાદ કર્યા બાદ તેમને શ્રીનગરની હોસ્પિટલમાં રિફર કરી દેવાયા અને રસ્તામાં જ મુદસ્સિરનું મોત નીપજ્યું. ભાઈના મૃત્યુ પર જહાંગીર અલી જે પોતે પણ પત્રકાર છે તેણે સોશિયલ મીડિયા પર એક લાગણીસભર પોસ્ટ લખી હતી. તેણે લખ્યું કે ચારાર હોસ્પિટલ ખાતે જ્યારે હું મારા ભાઈને લઈને આવ્યો હતો તો ત્યારે મેં અહીં મળેલી તેને સારવારમાં અનેક ખામીઓ જોઈ જેના કારણે મારા ભાઈનું મોત નીપજ્યું. તે કહે છે કે મુદસ્સિરે જ્યારે ડૉક્ટરોને ઓક્સિજન આપવા માગ કરી હતી ત્યારે તેને ઉપરના માળે શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. અહીં જહાંગીરે સવાલ ઊઠાવ્યો કે કેમ મારા ભાઈને સારવાર આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો ? જે અમારા માટે મહત્ત્વપૂર્ણ સમય હતો તે સમય અમે ડૉક્ટરોને જગાડવામાં બગાડી નાખ્યો. કેમ ડૉક્ટરો સમયસર હાજર રહેતા નથી. ત્યાં અન્ય સ્ટાફ તો હાજર હતો. જહાંગીરે વધુમાં લખ્યું કે ૧૦૦ બેડની હોસ્પિટલ હોવા છતાં ત્યાં કોઈ સ્ટ્રેચર કે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી નથી. જે દર્દી વધારે પડતી તકલીફનો સામનો કરી રહ્યો છે તેને બીજે ક્યાં બેસાડવો કે સુવડાવવો ? મુદ્દસ્સિર તો ભાંગી પડ્યો હતો અને ડૉક્ટરો કોઈ નિર્ણય જ ના કરી શક્યા. મારા ભાઈને કોઈ સીપીઆર પણ આપવામાં ન આવ્યું. ફક્ત બેથી ત્રણ વખત તેની છાતીને દબાવવાનો પ્રયાસ કરાયો અને પછી ડૉક્ટરોએ ગિવઅપ કરી દીધું.