ટિ્‌વટરે એકાઉન્ટ હેક થયું હોવાની પુષ્ટિ કરી કહ્યું અમે તપાસ કરી રહ્યા છીએ, જોન વિક નામનું એકાઉન્ટ ધરાવનાર વ્યક્તિએ અડધો ડઝન ટ્‌વીટ કર્યા, હેકરે પેટીએમ મોલનો ડેટા ચોરી કર્યો નહીં હોવાનું કહેવા માટે આ એકાઉન્ટ હેક કર્યું હોવાનો ખુલાસો કર્યો

૨૫ લાખ ફોલોઅર્સ ધરાવતા પીએમ મોદીના ટિ્‌વટર
એકાઉન્ટને હેક કરાતાં ભારે ચકચાર, જુલાઇના બીજા
સપ્તાહમાં ઓબામા, બિલ ગેટ્‌સ, વોરેન બફેટ, જો બિડેન અને એપલના ટિ્‌વટર એકાઉન્ટ હેક કરીને બિટકોઇન દ્વારા ખંડણી માગવામાં આવી હતી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યકિતગત વેબસાઈટનું ટવિટર એકાઉન્ટ બુધવારે મોડી રાતે હેક કરી લેવામાં આવ્યું હતું. જોકે, થોડીવારમાં તેને સુધારી લેવાયું હતું. આ મામલે ટિ્‌વટરનું પણ નિવેદનઆવ્યું છે અને તેણે હેકિંગની વાત સ્વીકારી છે. આ હેકિંગ એકદમ એવી જ હતી જેમ કે, કેટલાક સમય પહેલા બરાક ઓબામા, એલન મસ્ક જેવી હસ્તીઓના ટિ્‌વટર એકાઉન્ટ હેક થયા હતા. હેકરે કોવિડ-૧૯ રિલીફ ફંડ માટે બિટકોઈનમાં દાન આપવાની માંગ કરી છે. જો કે તાત્કાલિક આ ટિ્‌વટ ડિલીટ કરી દેવામાં આવી હતી. પીએમ મોદીની પર્સનલ વેબસાઈટના ટિ્‌વટર એકાઉન્ટના મેસેજમાં લખવામાં આવ્યું કે, તમને લોકોને અપીલ કરું છું કે કોવિડ-૧૯ માટે રચવામાં આવેલા પીએમ રિલીફ ફંડમાં દાન આપો. અન્ય એક ટિ્‌વટમાં હેકરે લખ્યું કે, આ એકાઉન્ટ જોન વિક નામના વ્યક્તિએ હેક કર્યું છે. અમે પેટીએમ મોલ હેક નથી કર્યું આ તમામ ટિ્‌વટ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું પણ ટિ્‌વટર એકાઉન્ટ છે અને તેના ૨૫ લાખ જેટલા ફલોઅર્સ છે. પીએમ મોદીની વેબસાઈટનું ટિ્‌વટર એકાઉન્ટ હેક થયું હોવાની ખુદ ટિ્‌વટરે પુષ્ટિ કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું ટિ્‌વટર એકાઉન્ટ હેક થયું હોવાની પુષ્ટ્રિ કરી હતી. હેકરે કેટલીક ટીટસ કરીને બિટકોઈનમાં દાન માંગ્યું હતું. ટિ્‌વટરે જણાવ્યું કે તે આ સમગ્ર બાબતથી વાકેફ છે અને તેમણે એકાઉન્ટ સુરક્ષિત કરવા માટે પગલા લીધા છે. ટિ્‌વટરના પ્રવકતાએ નિવેદનમાં જણાવ્યું કે અમે આ મામલે સક્રિત તપાસ કરી રહ્યા છીએ. હાલમાં વધુ એકાઉન્ટસ પ્રભાવિત થયા હોવાની માહિતી મળી નથી. પેટીએમ મોલના ડેટા ચોરીમાં પણ જોન વિક ગ્રુપનું નામ આવ્યું હતું. સાયબર સિકયોરિટી ફર્મ સાઈબલે ૩૦ ઓગસ્ટના રોજ દાવો કર્યેા હતો કે જોન વિક ગ્રુપે પેટીએમ મોલનો ડેટા ચોરી કર્યો હતો. સાઈબલે દાવો કર્યેા હતો કે આ હેકર ગ્રુપે (રેન્સમ) ખંડણીના નાણાં માંગ્યા હતા. જો કે પેટીએમે દાવો ફગાવતા જણાવ્યું હતું કે ડેટા લીક જેવી કોઈ ઘટના ઘટી નથી. ટિ્‌વટરે પણ સ્વિકાર્યું છે કે પીએમ મોદીની પર્સનલ વેબસાઇટ સાથે લિંક એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું હતું. ટવિટરના પ્રવકતા મુજબ, અમે આ મામલાની પૂરી તપાસ કરી રહ્યા છીએ. જોકે, હજુ સુધી એ જાણકારી નથી મળી કે આ એકાઉન્ટ ઉપરાંત અન્ય કોઈ એકાઉન્ટ ઉપર પણ ફરક પડો છે કે નહીં.
નોંધનીય છે કે, જુલાઈના બીજા સાહમાં અમેરિકામાં અનેક દિગ્ગજ હસ્તીઓના ટિટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યા હતા. તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર્રપ્રમુખ બરાક ઓબામા, માઇક્રોસોટના ફાઉન્ડર બિલ ગેટસ, દુનિયાના સૌથી અમીર અને ઇન્વેસ્ટમેન્ટ ગુ વોરેન બફેટ સામેલ હતા. આ ઉપરાંત અમેરિકાની રાષ્ટ્ર્રપ્રમુખની ચૂંટણીમાં ઉમેદવાર જો બિડનનું પણ ટિટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું હતું. આઇફોન બનાવનારી કંપની એપલ પણ આ સાઇબર અટેકનો શિકાર બની ચૂકી છે. તે સમયે પણ હેકર્સે બિટકોઇનની માંગ કરી હતી.