એસોસિએશને જણાવ્યું હતું કે ઉમર, ડાયાબિટીસનો પારિવારીક ઇતિહાસ, શારીરિક પ્રવૃત્તિ, ધૂમ્રપાન, હાઇપર ટેન્શન, કમરનો ઘેરાવો અને ફાસ્ટીંગ પ્લાઝમા ગ્લુકોઝ જેવા ટાઇપ-૨ ડાયાબિટીસને અસર કરતાં કેટલાય સ્થાપિત પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા

(એજન્સી) તા.૩
૨૦ વર્ષ કરતાં વધુ સમયગાળા માટે ડાયાબિટીશનો ઇતિહાસ નહીં ધરાવતાં ૭૭૬ પુરુષો અને મહિલાઓની સ્નાયુબદ્ધ હાથની પક્કડની તાકાતનું માપન કરનાર એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે હાથની પક્કડની તાકાત જેવા એક સરળ પરીક્ષણનો દર્દીઓને ટાઇપ-૨ ડાયાબિટીશ થવાનું જોખમ એાળખી કાઢવા માટે સહાયભૂત થનાર ઝડપી અને સસ્તુ સ્ક્રિનીંગ ટુલનો ઉપયોગ કરી શકાય.
૭૭૯ સ્ટડી સબ્જેક્ટમાં હાથની પક્કડની તાકાતના મૂલ્યમાં પ્રત્યેક એકમ વધારા માટે ટાઇપ-૨ ડાયાબિટીશનું જોખમ ૫૦ ટકા જેટલું ઘટી ગયું હતું એવું બ્રિસ્ટોલ અને ઇસ્ટર્ન ફિનલેન્ડની યુનિવર્સિટીઓ ખાતેના વૈજ્ઞાનિકોએ જરનલ એનાસ ઓફ મેડિસીનમાં પ્રસિદ્ધ થયેલા એક સંશોધન પત્રમાં જણાવ્યું છે. હાથની પક્કડની તાકાત દ્વારા માપી શકાય એવા સ્નાયુઓની ઘટતી તાકાતને અકાળે મૃત્યુ, હૃદયરોગ અને અશક્તતા સાથે સાંકળવામાં આવેલ છે.
બ્રિસ્ટોલ મેડિકલ સ્કૂલ એન્ડ ઇસ્ટર્ન ફીનલેન્ડ ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ એન્ડ ક્લિનીકલ ન્યૂટ્રીશનના સંશોધકોએ એક અદ્યતન અભ્યાસમાં ૨૦ વર્ષ કરતાં વધુ સમયગાળા માટે ડાયાબિટીશનો ઇતિહાસ નહીં ધરાવનાર ૬૦થી ૭૨ વર્ષની વય જૂથના ૭૭૬ પુરુષ અને મહિલાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હેન્ડ ગ્રીપ ડાયનેમોમીટરનો ઉપયોગ કરીને તેમની હાથની પક્કડની તાકાતને માપવામાં આવી હતી. દર્દીઓને ડાયનેમોમીટરના હેન્ડલને મહત્તમ આઇસોમેટ્રીક પ્રયાસો સાથે મુખ્ય હાથથી દબાવવા અને તે સ્થિતિને પાંચ સેંકન્ડ સુધી જાળવી રાખવા જણાવ્યું હતું. એસોસિએશને જણાવ્યું હતું કે ઉમર, ડાયાબિટીશનો પારિવારિક ઇતિહાસ, શારીરિીક પ્રવૃત્તિ, ધૂમ્રપાન, હાઇપર ટેન્શન, કમરનો ઘેરાવો અને ફાસ્ટીંગ પ્લાઝમા ગ્લુકોઝ જેવા ઠાઇપ-૨ ડાયાબિટીશને અસર કરતાં કેટલાય સ્થાપિત પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યાં હતાં.