(એજન્સી) તા.ર૦
એક સંયુક્ત અમિરાતી-ઈઝરાયેલી સંગીત સહયોગ ગીતને ૧૦ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, ૩૦ સપ્ટેમ્બરના રોજ યુ-ટ્યુબ પર જ્યારથી તે રિલીઝ કરાયું છે ન્યુ અરબનો અહેવાલ. ‘હેલો યુ’ નામના ડ્યુએટ ગીતમાં ઈઝરાયેલી કલાકાર એલ્કના મર્ઝિઆનો અને યુએઈના ગાયક વલીદ અલજાસિમ અરબી, હિબ્રુ અને અંગ્રેજીમાં ગીત ગાતા દેખાય છે. યુએઈના ઈઝરાયેલ સાથેના સામાન્યીકરણના પ્રયત્નોના ભાગરૂપે જોવામાં આવતા આ ગીત ઈઝરાયેલ દ્વારા માનવાઅધિકારનું ઉલ્લંઘન અને પેલેસ્ટીન પર સતત ચાલતા આવેલા લશ્કરી કબજાની અવગણના કરતું હોવાના કારણે, તેની ઓનલાઈન ટીકા કરાઈ હતી. જેમાં સોશિયલ મીડિયા ઉપયોગ કરનારાઓએ વલીદ અલ-જાસીમ પર પેલેસ્ટીની હેતુને દગો આપવાનો આરોપ લગાવ્યો હતો. ઈઝરાયેલ અને યુએઈ દ્વારા યુએસ આયોજિત કરાર પર હસ્તાક્ષર કરાયા હતા જેનાથી બને દેશો વચ્ચેના સંબંધો ઔપચારિક બન્યા હતા. તેના બે અઠવાડિયા પછી આ સંગીતવાળા ગીતને રજૂ કરાયું હતું.