(એજન્સી) હૈદરાબાદ, તા.ર૧
હૈદરાબાદના પ્રસિદ્ધ કવિ રહમાન જામીએ બુધવારે (ર૦ જાન્યુઆરી) અંતિમ શ્વાસ લીધા. તે ૮પ વર્ષના હતા. એક પ્રમુખ લેખક રહમાને કવિતા અને કવિતાઓ પર ૧ર પુસ્તકો લખ્યા. તેમને તેમના કામ માટે અનેક રાષ્ટ્રીય અને રાજ્ય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તે શહેરના સાહિત્યક વર્ગોમાં લોકપ્રિય છે અને તેમણે હજારો વિદ્યાર્થીઓને કવિતાની કળા પણ શીખવી છે. તેમના પુસ્તકોમાં મુમતાજ મુસ્તફા મેરે, સિસ્તત, અરઘાન, સખિયા, નશા, બેખોદિયા અને જમ્મા-અન્ના સામેલ છે. રહમાને ઉર્દૂમાં બાલાદીર ગદ્દારની તેલુગુ કવિતાઓમાંથી ઓછામાં ઓછી ૧રનું અનુવાદ કર્યું. રહમાનના પૌત્ર અહેમદે જણાવ્યું જે કે, “લગભગ એક અઠવાડિયા પહેલા એક પેન્સિલની અણીથી તેમની હથેળી પર એક ઊંડો ઘા થઈ ગયો હતો. ત્યારબાદ અમે સર્જરી પણ કરી હતી. ત્યારબાદ તે ખૂબ જ નબળા થઈ ગયા હતા.
પોતાના મૃત્યુ પહેલાં રહમાન સાહેબ પોતાના એક પુસ્તક પર કામ કરી રહ્યા હતા. જેને ‘અદૂની’ કહેવામાં આવે છે. નમાઝે-ઝનાજાને છોટી મસ્જિદ, મુરાદનગર, મહેદીપટનમમાં અદા કરવામાં આવી. તેમજ તેમની દફનવિધિ મસ્જિદે આલમગીર, શાંતિનગરના કબ્રસ્તાનમાં કરવામાં આવી.