(એજન્સી) તા.ર૬
હૈદરાબાદના એક મેઘાવી વિદ્યાર્થિની જે રાષ્ટ્રીય પાત્રતા સહપ્રવેશ પરીક્ષા (નીટ)માં શૂન્ય ગુણ આપવામાં આવ્યા હતા, તેણે તેલંગાણા હાઈકોર્ટનું બારણુ ખખડાવ્યું છે. જે વિદ્યાર્થિનીએ દાવો કર્યો હતો કે તેણે ૧ર૮ પ્રશ્નોના જવાબ આપ્યા હતા, તે ર૭૭ સ્કોરની આશા રાખી રહી હતી. અરજી પર પ્રતિક્રિયા આપતા અદાલતે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીને ૪ જાન્યુઆરી ર૦ર૧ સુધી વિદ્યાર્થિનીની જવાબવહી રજુ કરવાના નિર્દેશ આપ્યા છે. સોશિયાલીસ્ટ પાર્ટી (ઈન્ડીયા)ના તેલંગાણા રાજય મહાસચિવ ડો. લુબના સારથે જણાવ્યું કે આ પહેલા એનટીએની સાથે એક આરટીઆઈ દાખલ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થિની જવાબવહીની નકલ માંગવામાં આવી હતી. આરટીઆઈનો જવાબ આપતા પરીક્ષણ એજન્સીએ જવાબવહીની નકલ આપવાથી ઈન્કાર કરી દીધો અને જણાવ્યું કે વિદ્યાર્થીએ પરીક્ષામાં કોઈપણ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો નથી. આ એક એક માત્ર મામલો નથી અન્ય અનેક વિદ્યાર્થીઓએ પણ પરીક્ષામાં શૂન્ય ગુણ મેળવ્યા છે. એનટીએના નિયમ મુજબ વિદ્યાર્થી જવાબવહીની ભૌતિક કોપી માત્ર પોતાની ઓફિસમાં જઈને જોઈ શકે છે જે નોએડામાં સ્થિત છે.
Recent Comments