(એજન્સી) હૈદરાબાદ, તા.૭
કોરોના વાયરસની સારવાર કરાવી રહેલી એક ૯૪ વર્ષીય મહિલા દર્દીને સ્વસ્થ થતાં સોમવારે રાજકીય ગાંધી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. મહિલા દર્દી વિજયલક્ષ્મી જે હૈદરાબાદના ચિક્કડપલ્લી વિસ્તારની છે. તેમણે જણાવ્યું કે, હોસ્પિટલની સ્થિતિ સારી છે. ડૉક્ટર અને નર્સો નિયમીત રીતે વોર્ડમાં આવે છે. સ્વચ્છતા કર્મચારી પણ દરરોજ આવી રહ્યા છે. હોસ્પિટલે અમને સારું ભોજન પણ આપ્યું. તેલંગાણામાં સોમવારે ૧૮૩૧ નવા કેસ આવ્યા અને ૧૧ મોત થયા છે. કુલ નવા કેસમાં ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ વિસ્તારથી ૧૪૧૯ કેસ સામે આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ મુજબ રાજ્યમાં કુલ પીડિત કેસ હવે રપ,૭૩૩ થઈ ગયા છે. જેમાં ૧૦,૬૪૬ સક્રિય છે અને ૧૪૭૮૧ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને ૩૦૬ લોકોના મોત થયા છે.