(એજન્સી) હૈદરાબાદ, તા.૧૭
ઈસ્લામિક સ્ટેટ સાથે સહાનુભૂતિ રાખવાના આરોપસર હૈદરાબાદ પોલીસની વિશેષ ટીમે બે વર્ષ અગાઉ પકડેલા ત્રણ જેટલા યુવકોની ધનિષ્ઠ પૂછપરછ બાદ અંતે નિર્દોષ જાહેર કરી દેશદ્રોહનો કેસ સમેટી લીધો હતો. જેમની પોલીસ કસ્ટડીમાં સખ્ત પૂછપરછ હાથ ધરાઈ હતી. રિપબ્લિકન ટીવી દ્વારા આ અંગે ખોટા સમાચારોનું આ પરિણામ છે. રિપોર્ટ અનુસાર રિપબ્લિકન ટીવીએ તેના પ્રસારણમાં એક વિશેષ કાર્યક્રમ દ્વારા હૈદરાબાદને આઈએસઆઈએસની પ્રવૃત્તિઓનું કેન્દ્ર હોવાનો દાવો કર્યો હતો. ટીવીમાં બતાવાયું હતું કે, શહેરના યુવકો તેના સંપર્કમાં છે. અબ્દુલ્લાહ બસીત, સલમાન મોહિયુદ્દીન અને હન્નાન કુરેશી આઈએસઆઈએસના એજન્ટ તરીકે કામ કરે છે. ત્યારબાદ હૈદરાબાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ યુવકો સામે કોઈ કેસ દાખલ નથી છતાં તપાસ માટે અટકાયતમાં રખાયા છે. વિશેષ પોલીસ ટીમે બે વાર ચેનલને નોટિસ પાઠવી રિપબ્લિકન ટીવીના પત્રકારને ફોરેન્સિક તપાસ માટે ટેપ સાથે હાજર થવા જણાવ્યું હતું. ઉપજાવી કાઢેલ મુલાકાત જાસૂસી કેમેરા દ્વારા કરાઈ હતી. પોલીસે ધનિષ્ઠ તપાસ કરી પરંતુ ઓરિજનલ સિડી અપાઈ નહીં. ત્યારબાદ પકડેલા યુવકોને જેલમાં મોકલી આપી પાછળથી જામીન પર છોડ્યા હતા. આ યુવકોના નિવેદનો ટીવી ચેનલ દ્વારા પ્રસારિત કરાયા બાદ ધરપકડ થઈ હતી. જેમની સામે ૧ર૪-એ હેઠળ ગુનો દાખલ કરાયો હતો પરંતુ તેમાં કોઈ સાબિતી મળી ન હતી. છેવટે પોલીસે યુવકોને દેશદ્રોહનો કેસ બંધ કરી છોડી દીધા હતા.