(સંવાદદાતા દ્વારાહ્‌ હિંમતનગર,તા.૩
આબુરોડ પરથી અજાણ્યા ચારથી પાંચ ઈસમોએ મુસ્લિમ હોટલ માલિકનું અપહરણ કર્યું હતું. જેથી પોશીના પોલીસે ગણતરીના કલાકોમાં જ મોબાઈલ લોકેશનને આધારે અપહ્યુત યુવક સહિત સાત અપહરણકારોને ઝડપી લઈ તેઓને આબુરોડ પોલીસને સોંપી દીધા છે.
પ્રાપ્ત માહિતી મુજબ આબુરોડ પરથી ગતરાત્રિના સુમારે હોટલ માલિક અબ્દુલ બાસીદ સોહેલ અખ્તર સિદ્દીકીનું અજાણ્યા ચારથી પાંચ જેટલા ઈસમોએ અપહરણ કર્યું હતું. અપહરણનાં ગણતરીનાં કલાકોમાં જ આબુરોડ પોલીસે પોશીના પોલીસને જાણકારી કે અપહ્યુતનું મોબાઈલ લોકેશન પોશીના વિસ્તારનાં ચન્દ્રાણ ગામના કિયારિયા ફળામાં આવે છે. આ બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે પહોંચી અપહ્યુત યુવકનો કબ્જો મેળવી સાત અપહરણકારોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીઓ સવજી જમાલભાઈ ગમાર, ફળજી અળખાભાઈ મુળી, શૈલેષ મશરૂભાઈ ગમાર, મુકેશ બાબુભાઈ મુળી, કનુ રૂપાભાઈ ગમાર, મુકેશ રૂપાભાઈ ગમાર અને ભરત સવજીભાઈ ગમાર (રહે.બધા, તા.પોશીના)ને આબુરોડ પોલીસને સોંપવામાં આવ્યા છે. જો કે મળતી માહિતી મુજબ પૈસાની લેવડ-દેવડ બાબતે આ અપહરણ થયું હોવાનું જાણવા મળ્યું છે.