(એજન્સી) તા.૧૩
સઉદી અરબના જીદ્દા શહેરના ચીન મુસ્લિમ કબ્રસ્તાનમાં વિસ્ફોટના એક દિવસ પછી હોલેન્ડમાં સઉદી દૂતાવાસ પર ફાયરિંગ થવાનો રિપોર્ટ આવી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ ગુરૂવારે સવારે હેગમાં સઉદી દૂતાવાસની ઈમારત પર ફાયરિંગ કરવામાં આવ્યું ત્યાર બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી આ ફાયરિંગથી કોઈ જાનહાની થઈ નથી. પોલીસ પ્રવકતા સ્ટીવન વાનસેન્ટને જણાવ્યું કે સવારે છ વાગે તંત્રને સુચના મળી જે સઉદી દૂતાવાસની ઈમારત પર ફાયરિંગ થઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. ત્યાંથી કારતૂસના ખોખા મળ્યા છે. જાણી શકાયું નથી કે ફાયરિંગ કોણે કરી પોલીસ પ્રત્યક્ષદર્શિઓની મદદથી ઘટના વિશે માહિતી મેળવી રહી છે.