(એજન્સી) શ્રીનગ, તા. ૬
શ્રીનગરની શ્રી મહારાજા હોસ્પિટલમાં મંગળવારે સવારે આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર આડેધડ ગોળીબાર કરીને પોલીસ પાસેથી એક આતંકવાદીનો છોડાવ્યો હતો. આતંકવાદીઓના હુમલાને કારણે બે પોલીસ કર્મી શહીદ થયા હતા. પોલીસ છે જેટલા આતંકવાદીઓને સામાન્ય ચેકઅપ માટે હોસ્પિટલમાં લઇ ગઇ હતી ત્યારે જ આતંકવાદી હુમલો થયો હતો.ગોળીબારમાં શહીદ થયેલા પોલીસ કર્મીઓની ઓળખ કોન્સ્ટેબલ બાબર અહેમદ અને કોન્સ્ટેબલ મુશ્તાક અહેમદ તરીકે થઇ છે. આતંકવાદીઓના ગોળીબારનો લાભ લઇ પોલીસના સકંજામાંથી છટકી જનાર આતંકવાદીની ઓળખ નવીદ ઉર્ફે અબુ હનઝુલ્લાહ તરીકે થઇ છે. ફાયરિંગના તરત બાદ જ પોલીસ અને સીઆરપીએફના જવાનોએ હોસ્પિટલમાં શોધખોળ અભિયાન આદર્યું હતું. હોસ્પિટલના અંદર આવવા તથા બહાર જવાના
શ્રીનગરના એસએસપી ઇમ્તિયાઝ ઇસ્માઇલનું કહેવું છે કે, છ ત્રાસવાદીઓની ચકાસણી હોવાથી તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જેમાં નાવિદે સુરક્ષા કર્મીઓ પાસેથી રાયફલ આંચકી લીધી હતી અને ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, લશ્કરના પાકિસ્તાની ત્રાસવાદી નાવિદ જટને વર્ષ ૨૦૧૪માં દક્ષિણ કાશ્મીરના પુલગામમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. તે ત્રાસવાદી શ્રીનગર સેન્ટ્રલ જેલમાં હતો. પોલીસ કર્મી પાકિસ્તાની ત્રાસવાદી નાવિદને તપાસ માટે હોસ્પિટલ લઇને આવ્યા હતા. તેજ ગાળા દરમિયાન તોઇબાના આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. હોસ્પિટલમાં ત્રાસવાદી હુમલા દરમિયાન હુમલાખોરોની સાથે બચી ગયેલો ત્રાસવાદી નાવિદ ફરાર થવામાં સફળ રહ્યો હતો. હુમલા દરમિયાન હોસ્પિટલની બહાર ભારે અંધાધૂંધી જોવા મળી હતી. કાકાસરાય વિસ્તારમાં હોસ્પિટલની બહાર જટ ઉર્ફે અબુ હંજલાને લઇ જતી પોલીસ ટુકડી ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોલીસ જવાન ઘટનાસ્થળે જ શહીદ થયો હતો. એક પોલીસ જવાનની કાર્બાઈન રાયફલ પણ લાપત્તા છે. પોલીસ ટુકડી છ ત્રાસવાદીઓને મહારાજા હરિસિંહ હોસ્પિટલમાં લઇને જઈ રહી હતી. એકાએક જ હુમલો કરવામાં આવ્યો હતો. ઉધમપુર ત્રાસવાદી હુમલામાં તેની સ્પષ્ટપણે સંડોવણી રહી હતી. આ ત્રાસવાદી હુમલાથી ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરહદ પર પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કૃત્ય કરીને ભીષણ ગોળીબાર કરવામા ંઆવ્યા બાદ હવે સરહદ પર વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. બીજી બાજુ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ચાર ભારતીય જવાન શહીદ થયા બાદ દેશના લોકોમાં વ્યાપક આક્રોશ છે. પાકિસ્તાને ગોળીબાર કરવાની સાથે સાથે નાની મિસાઇલો પણ ઝીંકી હતી. જેમાં સેનાના ૨૩ વર્ષીય કેપ્ટન કપિલ કુન્ડુ પણ ત્રણ જવાન સાથે શહીદ થયા હતા. પાકિસ્તાને એન્ટી ગાઇડેડ મિસાઇલો પણ ઝીંકી હતી. તેનો ઉપયોગ બંકર ફંુકી મારવા માટે કરવામાં આવે છે. ફાયરિંગને ધ્યાનમાં લઇને સેનાએ સરહદી વિસ્તારોમાં ૮૪ સ્કુલોને ત્રણ દિવસ માટે બંધ કરી દેવાના આદેશ જારી કરી દીધા છે.

ત્રાસવાદી આવી સ્થિતિ સર્જી રહ્યા છે તો પાકિસ્તાની
સેના આવશે તો શું કરશે ? : નરેશ અગ્રવાલ

શ્રીનગરની હોસ્પિટલમાં હુમલો કરીને ત્રાસવાદીને છોડાવી લેવાની ઘટના બાદ સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલે કહ્યું હતું કે, અમે વારંવાર કહી રહ્યા છીએ કે, સૈનિકોના બલિદાનને અર્થવગર જવા દેવાશે નહીં. સંરક્ષણ મંત્રી તરફથી પણ આવા નિવેદન કરવામાં આવે છે કે કોઇપણ અમારી તરફ હથિયાર ઉઠાવી શકે તેવી સ્થિતિમાં નથી પરંતુ આંખો ઉઠી રહી છે તે વારંવાર જોવા મળે છે. નરેશ અગ્રવાલે અહીં સુધી કહ્યુ ંહતું કે, સેનાઓની સુરક્ષા કરી રહેલા સૈનિકોના સાહસને લઇને પણ પ્રશ્નો થાય છે. તેમણે ઉમેર્યું હતું કે જો ત્રાસવાદી આવી સ્થિતિ સર્જી રહ્યા છે તો પાકિસ્તાની સેના આવશે તો શુ હાલ થશે. દેશને કઠોર નિર્ણય લેવા જોઇએ. સપાના નરેશ અગ્રવાલ કહ્યું હતું કે, જે રીતે રાજ્યસભાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં વિપક્ષનો અવાજ દબાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. બીજી બાજુ શહીદ થઇ રહેલા જવાનો અંગે પ્રતિક્રિયા આપતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ગોળીબાર બંને તરફથી થાય છે.