(એજન્સી) અનાદોલ, તા.૩૦
યમનના બળવાખોર હૌથી સંગઠને પૂર્વ યમનમાં ૮ સઉદી સૈનિકોની હત્યા કરી હોવાનો દાવો કર્યો છે. ગ્રુપના મિસાઈલ ફોર્સે શનિવારે બદર -પી બેલેસ્ટિક મિસાઈલથી મારીબ પ્રાંતમાં તડવીન કેમ્પને લક્ષ્ય બનાવવા યોજના ઘડી હતી અને એમણે હુમલો પાર પાડ્યો હતોે એમ સંગઠનના પ્રવક્તા યાહ્યા સરેએ જણાવ્યુ હતું. એમણે કહ્યું કે આ હુમલામાં સઉદીના ૮ કમાન્ડરો અને સૈનિકોના મોત થયા હતા અને ૭ ઘવાયા હતા. યમન સરકાર તરફી અને સરકાર વિરોધી હૌથી બળવાખોરો વચ્ચે થયેલ ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે. હૌથીઓએ ૨૦૧૪ના વર્ષથી રાજધાની સના સમેત અમુક પ્રાંતો ઉપર કબજો કર્યો છે. માર્ચ ૨૦૧૫થી સઉદીની આગેવાની હેઠળની આરબ સેના સરકાર તરફી દળોને સમર્થન આપી ઈરાન સમર્થિત હૌથીઓ સામે લડવામાં મદદ કરી રહી છે.