હિંમતનગર, તા.૧૩
સાબરકાંઠા જિલ્લા પંચાયત હસ્તકના ૧૦૫ તલાટીઓની થયેલી બદલી હવે વિવાદનું કારણ બની છે. બદલીઓ બાદ ખેડબ્રહ્મા-વિજયનગરનાં ધારાસભ્ય અશ્વિન કોટવાલે આ બધી બદલીઓ ભાજપના સ્ઁ અને ધારાસભ્યોના ઈશારે થઇ હોવાના આક્ષેપ સાથે સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે આજે એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
જો કે અહીંના ધારાસભ્ય અશ્વિન કોટવાલે પ્રતિક ઉપવાસની કોઈ મંજૂરી લીધી ન હોવાથી સવારથી જ જિલ્લા પંચાયત ખાતે ૧૦૦થી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરી દેવાયા હતા અને જેવા અશ્વિન કોટવાલ ધરણા સ્થળે આવ્યા કે તરત જ તેમની અટકાયત કરી દેવાઈ હતી. ધારાસભ્ય અશ્વિન કોટવાલે આક્ષેપ મૂક્યો હતો કે પોલીસે તેમને મીડિયા સાથે વાત કરતા પણ અટકાવ્યા હતા.ત્યારે છેલ્લે તેમની અટકાયત બાદ ફરી વાર જિલ્લા પંચાયત ખાતે ધારણા કવાની ચીમકી ઉચ્ચારી છે.