(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૬
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ વડાપ્રધાન મોદી પર પોતાની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો અંગે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, પીએમ ભ્રષ્ટાચાર અંગેની વાત શરૂ કરી શકે છે અને તેઓ લોકપાલની નિમણૂંક કરી શકે છે તથા ભાજપના પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહના રોકેટગતિએ વધેલા કદ વિરૂદ્ધ તપાસ કરાવે. પીએમ મોદીએ કર્ણાટકમાં પોતાના પ્રથમ ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું હતું કે, સિદ્ધરમૈયાની કોંગ્રેસ સરકાર ફક્ત ૧૦ ટકા છે. અહીં ભ્રષ્ટાચાર અને કમિશનની બોલબાલા છે.લોકો કહે છે કે, અહીં ૧૦ ટકા કમિશન વિના કામ થતું નથી તેમ પીએમે રવિવારે એક રેલીમાં જણાવ્યંુ હતું. મોદીએ પોતાના ટિ્‌વટર હેન્ડલ પર પણ જણાવ્યુ હતું કે, કર્ણાટક સરકાર પોતાની પાર્ટીમાં રાજ્યનાલોકો કરતા વધુ રસ ધરાવે છે. ભ્રષ્ટાચાર અને અણધડ વહીવટ અહીં ચાલી રહ્યું છે. અહીં રાજ્યના દરેક તબક્કા ખેડૂતો, યુવાનો, મધ્યમવર્ગ જેવા લોકો નારાજ છે. તેમના ટિ્‌વટનો ઉત્તર વાળતા સિદ્ધરમૈયાએ જણાવ્યુ કે, એક વડાપ્રધાન તરીકે તમારા શબ્દો વધુ ભાર રાખે છે. તેથી મારી તમને વિનંતી છે કે, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આરોપોને ફરી ચકાસી જુઓ. ચાલો આ વખતે આપણે આત્મસન્માન અને સત્ય અંગેની ચૂંટણી લડીએ. મંગળવારે તેમણે વધુ એક ટિ્‌વટ કરી કહ્યું હતું કે, તેઓ ખુશ છે કે, પીએમે ભ્રષ્ટાચારની વાત કરી અને તેમને આ અંગે વાત કરવા વિનંતી કરી. જો પીએમ લોકપાલની રચના કરે તોતેઓ વાત કરવા તૈયાર છે. ૧.તમે લોકપાલની નિમણૂંક કરો, ૨. જજ લોયાના મૃત્યુની તપાસ કરાવો, ૩. જય શાહની રોકેટગતિએ વધેલી સંપત્તિનીતપાસ કરાવો, ૪. તમારા મુખ્યંમત્રી પદનો ઉમેદવાર જાહેર કરો.