(એજન્સી) તા.૧૨
ગોળી મારવાના થોડાક મિનિટ પહેલા જ અલીએ પોતાની માને જણાવ્યું હતું કે ઈઝરાયેલી સૈનિક તેને નિશાન નહીં બનાવે, કારણ કે તે અત્યારે નાનો બાળક છે. જયારે અલી અલિયાનીમાં પોતાના દીકરાના જન્મ દિવસની ખુશીમાં પેલેસ્ટીનની પારંપારિક ડીશ મકબુલા બનાવી રહી હતી. તે તેમણે વિચાર્યું પણ નહીં હોય કે અલી તેને ખાવા માટે કયારેય પરત નહીં આવે. ઈઝરાયેલી સૈનિકોએ ૧પ વર્ષીય અલીના પેટમાં ગોળી મારી દીધી, ત્યાર બાદ જન્મ દિવસની ખુશી માતમમાં બદલાઈ ગઈ અને ૪૦ વર્ષીય માતા નિહાદનો ખોળો સુનો થઈ ગયો. તે દરરોજ પોતાના પુત્રની સ્કૂલ બેગ ખોલીને તેના પુસ્તકો અને પેન પેંસિલોને જોતી રહે છે અને કલાકો સુધી જોતી રહે છે. તે શનિવારે ૪ ડિસેમ્બરે અલી ગેરકાયદેસર અધિકૃત વેસ્ટ બેંક સ્થિત રામલ્લાહમાં કેટલાક લોકોની સાથે ઉભો હતો. જે થોડીવાર પહેલા જ પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. નિહાદનું કહેવું છે કે મે તે દિવસ તેની માટે મનગમતી ડીશ મકબુલા તૈયાર કરી અને તેના ઘર આવવાની રાહ જોવા લાગી. પરંતુ તે પરત ફર્યો નહીં. પોતાની બર્થ ડે પર અલીએ પોતાના મિત્રોની સાથે એક નાની પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. પરંતુ બરાબર જન્મ દિવસે મારા પુત્રને શહીદ કરી દેવામાં આવ્યો.
Recent Comments