૮૪ વર્ષ પછી બરોડા ક્રિકેટ એસોસિએશનનું પોતાના સ્ટેડિયમનું સ્વપ્ન સાકાર થશે
(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
બરોડા ક્રિકેટ એસોસિએશન ની દ્વારા વડોદરા થી ૨૧ કિ.મી. દૂર વાઘોડિયા તાલુકાના કોટંબી ગામ નજીક રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ આકાર લઇ રહેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ આજે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.૮૪ વર્ષ પછી બીસીએ ના પોતાના ગ્રાઉન્ડ પર આજે પ્રથમ મેચ રમાઈ હતી. કોટબી સ્થિત આકાર લઇ રહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજે મોતીબાગ ક્રિકેટ ક્લબ અને અકોટા ક્રિકેટ ક્લબની ૨૦-૨૦ મેચ સાથે નવનિમીત ગ્રાઉન્ડખાતે બીસીએ ના પ્રમુખ ચેરમેન પ્રણવ અમીન અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી કિરણ મોરેએ બીસીએના સભ્યોની ઉપસ્થિતિમાં ગ્રાઉન્ડ ખૂલ્લું મુક્યું હતું. વર્ષ-૨૦૨૩માં રમાનાર ક્રિકેટ વલ્ડ કપ પૂર્વે અત્યાધુનિક ટેક્નોલોજી સાથે સજ્જ આ ક્રિકેટ સ્ટડિયમ તૈયાર થઇ જશે. વડોદરાનું અને બરોડા ક્રિકેટ એસોસિએશનનું પોતાના ક્રિકેટ સ્ટેડિયમનું સપનું પૂરું થવા જઇ રહ્યું છે. અત્યાર સુધી બરોડા ક્રિકેટ એસોસિએશનને રિલાયન્સ અને મોતીબાગ ખાતે મેચોનું આયોજન કરવું પડતું હતું. ક્રિકેટ ગ્રાઉન્ડને ખુલ્લુ મૂકતા બીસીએના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, આજે હું ખુબ ખુશ છું. આગામી વર્ષ-૨૦૨૨ સુધીમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ અને ૩૦ હજાર પ્રેક્ષકોની ક્ષમતાવાળુ ક્રિકેટ સ્ટેડિયમનું કામ પૂર્ણ થઇ જશે. અને વર્ષ-૨૦૨૩માં રમાનાર ક્રિકેટ વલ્ડકપની એક મેચ આ ગ્રાઉન્ડ ઉપર લાવવા માટેના બીસીએ દ્વારા પ્રયાસો ચાલુ છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૨૫ પ્રકારની પીચ તૈયાર કરવામાં આવી છે, જેથી કરીને આ ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ કરનાર ખેલાડી દેશના કોઇ પણ રાજ્યમાં અથવા વિદેશમાં મેચ રમવા જાય ત્યારે તે પોતાનું ધાર્યું પર્ફોમન્સ બતાવી શકશે. ક્રિકેટની પીચ વસંત પટેલ અને દશરથ પરદેશી જેવા ક્યુરેટર દ્વારા તૈયાર કરવામાં આવી છે. બીસીએની પ્રેસમીડિયા કમિટી ના અધ્યક્ષ સત્યજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, હાલની રૂપ રેખા મુજબ સ્ટેડિયમની અંદર બે તરફ સામ સામે બે ટાવર ઉભા કરવામાં આવશે. એક ૫/૧૨ પેવેલિયન અને મીડિયા ટાવર પણ ઉભો કરવામાં આવશે. પેવેલિયન તરફ બે હજાર લોકો બેસીને મેચ જોઈ શકે તેવું બાંધકામ કરવામાં આવશે. આ ક્ષમતા તબક્કાવાર ૮ હજાર સુધી લઇ જવામાં આવશે.
Recent Comments