ભરૂચ, તા.રર
ભરૂચ જિલ્લામાં બે જુદી-જુદી જગ્યાએ દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. પ્રથમ ઝઘડિયા તાલુકાના વાસણા ગામની ખેતરની સીમમાં ૧પ દિવસથી દીપડો દેખાતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વનવિભાગની ટીમે દીપડાને પાંજરે પૂરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે નેત્રંગના ખેતરાડી વિસ્તારમાં ખેતમજૂરોને દીપડો દેખાતા દોડધામ મચી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ઝઘડીયા તાલુકાના વાસણા ગામની સીમમાં છેલ્લા ૧૫ દિવસથી દિપડો દેખાદેતા મહેશભાઈ સી વસાવા એ વન વિભાગની કચેરી એ જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા દિપડાને પાંજરે પુરવાની કાયઁવાહી પાંજરૂ મુકી કરવામાં આવી હતી. વાયુ વેગે વાત વાસણા ગામમાં વાત ફેલાતા લોકોમાં ભયનો મોહોલ જોવા મળ્યો હતો. દિપડાને રેસ્ક્યુ કરવા માટે વન વન વિભાગની ટીમ દ્વારા દિપડાને પકડવા જહેમત ઉઠાવી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દિપડો હાથતાળી આપતો હતો. જેથી વન વિભાગ દ્વારા પાંજરા મુકાતા આજરોજ વહેલી સવારે દિપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગ દ્વારા પાંજરે પૂરાયેલા દિપડાનો કબજો લીધો હતો.
જ્યારે બીજા બનાવમાં નેત્રંગના કેલ્વીકુવા ગામના ખેડુત મોહનસિંહ વાંસદીયાની બોરખાડી ગામની સીમમાં જમીનમાં રાત્રીના સમયે ખેતરમાં પાણી વાળતા ખેતમજૂરને એકાએક દીપડો નજરે પડતાં ખેતીકામ છોડી ભાગવા મજબુર બન્યા હતા,જેમાં ખેડુતે સંવાદમાં જણાવ્યું હતું,મારા ખેતરની આસપાસ અવારનવાર દીપડા અને બચ્ચા દેખાતા હોય છે,ઘણીવાર રાત્રીના સમયે બોરખાડી ગામના રસ્તા ઉપર આવી જતાં હોય છે.