(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૪
શહેરના પુણાગામમાં સીતાનગરથી લક્ષ્મીપાર્ક સુધીની ૧૦ થી વધુ સોસાયટીઓમાં ગંદુ અને દુગધયુક્ત પીવાના પાણીની સાથે ભળી ગયાની ફરિયાદ બાદ ડ્રેનેજ લાઈનનું લીકેજ પકડાયું હતું. પાલિકા દ્વારા આ વિસ્તારની સોસાયટીઓમાં ટેન્કર દ્વારા પીવાનું પાણી પુરૂ પાડી મેડીકલ વાન દ્વારા તબીબી પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં પાણીની લાઈનમાં ગટર લાઈનનું પાણી ભળી જતાં લોકોમાં ઝાડા ઉલ્ટીના કેસો વધતાં આરોગ્યતંત્ર દોડતું થઇ ગયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પુણાગામ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં છેલ્લા ઘણાં દિવસોથી પીવાના પાણીમાં દુગધ આવતી હોવાથી ફરિયાદ સ્થાનિક લોકોએ નગર સેવકને કરી હતી. નગર સેવક વિજય પાનસુરીયા દ્વારા આ અંગે વરાછા ઝોન ઓફિસ, વોર્ડ ઓફિસ, હાઈડ્રોલિક વિભાગમાં ફરિયાદો કરવામાં આવી હતી. પુણા વિસ્તારની સીતાનગરથી લક્ષ્મીપાર્ક સુધીની ૧૦ થી વધુ સોસાયટીઓમાં પીવાનું ગંદુ અને દુગધ મારતું પાણી આવતું હતું. તે પૈકીની નેતલદે અને લક્ષ્મીપાર્ક સોસાયટીમાં ગંદા પાણીના લીધે ઝાડા ઉલ્ટીની ફરિયાદો મળતા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. આજે સવારે હાઈડ્રોલિક વિભાગના વડા ખતવાણી અને આરોગ્ય વિભાગના વડા આશીષ નાયક પણ પુણા વિસ્તારમાં દોડી આવ્યા હતા.કોર્પોરેટર વિજય પાનસુરીયાની ફરિયાદના આધારે તપાસ કરતા પુણા વિસ્તારમાં ગટરનું જુનું નેટવર્ક બદલવાનું કામ ચાલી રહ્નાં છે. તે દરમ્યાન ગટર લાઈન લીકેજ થઈને પીવાના લાઈનમાં ભળી જતાં આ પરિસ્થિતિ ઉદ્‌ભવશ્વ છે. આજે મનપાની મેડીકલ ટીમ દ્વારા નેતલદે અને લક્ષ્મીપાર્ક સોસાયટીમાં ઝાડા ઉલટીની ફરિયાદના પગલે તબીબી તપાસ શરૂ કરી છે. આ વિસ્તારમાં ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોચાડવામાં આવી રહ્યાં છે. તેમજ ઉકાળીને પાણી પાવની સલાહ અપાઈ છે.