(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા એક યુવકને અચાનક ગભરામણ થતાં ઘરનાઓએ ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ મેળવી દર્દીને મહાવીર હોસ્પિટલમાં લઇ જવા માટે વિનંતી કરી હતી. છતાં દર્દીને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ત્યાં ફરજ ઉપરના તબીબોને તેને મરણ જહેર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ડિંડોલી નવાગામ ખાતે આવેલ જીતેશ પાર્કમાં રહેતા રાહુલ નંદકિશોર ડાબેરાવ (ઉ.વ.૨૭)ને લઇકાલે સાંજે ૬ઃ૩૦ વાગ્યાના આસરાણાં ઘરે ગભરામણ થવા લાગી હતી. પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબોએ તેને મરણ જાહેર કર્યા હતા. તેનું મોત થઇ ગયું છતાં પરિવારજનોને વિશ્વાસ નહીં થતા તેઓ ત્યાંથી તેને મહાવીર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબે તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મરનારના પિતા સહિત પરિવારજનોએ રોષે વ્યક્ત કર્યો હતો કે, ૧૦૮ એમ્બ્યુલન્સવાળે કહ્યું હતું કે તેને મહાવીર હોસ્પિટલમાં લઇ જવાનું છે. ત્રણ મહિનાથી ત્યાં જ તેમની સારવાર ચાલી રહી છે. ત્યાં તેને સમયસર યોગ્ય સારવાર મળશે છતાં એમ્બ્યુલન્સવાળા અમને સરકારી હોસ્પિટલમાં જ લઇ જવું પડે છે. વધુમાં આ અંગે ૧૦૮ના હેડ ફયાજ પઠાણે જણાવ્યું હતું કે, દર્દીના સગા જે હોસ્પિટલમાં લઇ જવાનું કહે ત્યાં લઇ જવું પડે છે. આ કેસમાં ગોડાદરા લોકેશનની ગાડી ગઇ હતી અને સગાઓએ રસ્તામાંથી ૧૦૮ને કેપ્ચર કરી હતી.