(એજન્સી) તા.૨
મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષ શિવસેનાએ કહ્યું કે લૉકડાઉનના કારણે દેશના અર્થતંત્રની હાલત દયનીય છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને રાહુલ ગાંધી સાથેની વાતચીતમાં ૧૦ કરોડ નોકીરઓ જવાના દાવા અંગે પણ શિવસેનાએ કહ્યું કે આ મામલો ચિંતાજનક છે અને તેના પર કામ કરવાની જરૂર છે.
શિવસેનાએ કોઈ પક્ષનું નામ લીધા વિના કહ્યું કે તમામ રાજકીય પક્ષોએ કોમવાદનું રાજકારણ છોડી અર્થતંત્રે ફરી પાટે લાવવા એકજૂટ થઈને કામ કરવાની જરૂર છે. શનિવારે શિવસેના વતી કહેવાયું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અર્થશાસ્ત્રી રઘુરામ રાજન સાથે ડિજિટલ માધ્યમથી ગુુરવારે વાતચીત કરી હતી. રાજને આ દરમિયાન લૉકડાઉનમાં નોકરીઓ પર સંકટ અંગે સવાલના જવાબમાં કહ્યું હતું કે આંકડા ચિંતિત કરનારા છે. સીએમઆઈઈના આંકડા જોવામાં આવે તો જાણ થાય છે કે કોરોના સંકટને કારણે આશરે ૧૦ કરોડ લોકો બેરોજગાર થઈ જશે. ૫ કરોડ લોકોની તો નોકરી જ જશે આશરે ૬ કરોડ લોકો શ્રમ બજારથી બહાર થઈ જશે.
તમે કોઈ સર્વે પર સવાલ ઊઠાવી શકો છો પણ અમારી સામે આ જ આંકડા છે. તેના પર શિવસેનાએ કહ્યું કે રઘુરામ રાજને ભારતમાં ૧૦ કરોડ લોકો બેરોજગાર થવાની વાત કહી છે. આ ચિંતાનો વિષય છે. તેમની વાતચીતથી સ્પષ્ટ છે કે અનિશ્ચિતકાળ સુધી બંધ અર્થતંત્ર માટે મોંઘુ સાબિત થશે. સરકારને નક્કી નિયમો ઉપરાંત પણ કામ કરવું પડશે. નિર્ણય લેવાની શક્તિ અને અધિકાર ફક્ત અમુક લોકોના હાથ સુધી મર્યાદિત ન રહી શકે.