(એજન્સી) ન્યુયોર્ક, તા.૧૪
દેશના મકાનોની કિંમતો ઓછી થતી જાય છે અને ભાડા વધતા જાય છે. પરંતુ હજુ ઘણા વિસ્તારો છે જ્યાં રહેઠાણોની કિંમતલોકોના ખિસ્સામાંથી નીચોવાઈ રહી છે. જે ભાવ વધારાનો ફુગ્ગો ફૂટી જશે. ૧૧ર જેટલા મેટ્રોપોલિટન શહેરોમાં જ્યાં ર લાખથી વધુ વસ્તી છે ત્યાં ઘરોની કિંમત દરેક ઉંચી રહી છે. તેમ એટોમ ડાટા સોલ્યુશન હોમ સેલ્સનો અમેરિકાનો રિપોર્ટ કહે છે. ટોચની કક્ષાએ અમેરિકામાં ભાડાઓનો દર વધુ રહ્યો હતો અને ગીરવે રખાયેલ દરો વધ્યા હતા. લોકો માર્કેટમાં આવક અને ઘરેલું કિંમતો વચ્ચે ઐતિહાસિક ખાઈ બની હતી. ૧૦ દેશોના મેટ્રોપોલિટન શહેરોમાં મકાનોના ભાડામાં ભારેખમ વધારો થતાં લોકોની ખરીદ શક્તિમાં ઐતિહાસિક ઘટાડો થયો છે જે ખરીદ શક્તિ અને આવક વચ્ચે મોટો તફાવત દર્શાવે છે.