(એજન્સી) તા.ર૩
પ્રિયંકા ચોપડાએ પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી સાથે તમામ પ્રકારના કરાર તોડી નાખવાનો નિર્ણય કર્યો છે. પ્રિયંકા ગત વર્ષે નીરવ મોદીના બ્રાન્ડની એમ્બેસેડર બની હતી. પ્રિયંકાના પ્રવક્તાએ જણાવ્યું કે, નીરવ મોદી પર પીએનબી કૌભાંડ મામલે લગાવવામાં આવેલા તમામ આરોપ બાદ પ્રિયંકા ચોપડાએ નીરવ મોદી સાથેના તેમના બધા જ કરાર ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ ર૦૧૭માં પ્રિયંકા નીરવ મોદી બ્રાન્ડ માટે ગ્લોબલ એમ્બેસેડર બની હતી. પ્રિયંકાએ નીરવ મોદી માટે ઘણી જાહેરાતો કરી છે. નીરવ મોદીના બ્રાન્ડ વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે, નીરવ મોદી સાથેનો તેમનો કરાર ઘણા અર્થમાં મહત્ત્વપૂર્ણ બને માટે મહત્ત્વપૂર્ણ છે. જ્યારે નીરવ મોદીનું નામ પંજાબ નેશનલ બેંક સાથે કથિત ૧૧,૪૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં સંડોવાયું ત્યારે એવી અફવા ફેલાઈ હતી કે પ્રિયંકા કરારને મુલતવી રાખશે. પ્રિયંકાના પ્રવક્તાએ આ અહેવાલને નકારતા જણાવ્યું કે આ સંબંધે પ્રિયંકા કાનૂની પરામર્શ લઈ રહી છે કે કંપની સાથેના કરારનો અંત કેવી રીતે લાવી શકાય.