(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૧૭
ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ અને ઝંઘાર ગ્રામજનો અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કોરોના સંક્રમણથી કઈ રીતે બચી શકાય અને કોરોના સંક્રમણને અટકાવવા કેવા પગલાં લેવા જોઈએ એ બાબતે જન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. વેલ્ફેર હોસ્પિટલના મેડીકલ સ્ટાફ સાથે ડો. ખાલીદ ફાંસીવાલા, ઝુબેર પટેલ, ફારૂકભાઈ પટેલ, યુસુફભાઈ પટેલ, સલીમભાઈ અમદાવાદી, સકીલભાઈ અકુજી અને મુહંમદ લાલાભાઈ અને આજુબાજુ ગામના અગ્રણી સામાજિક કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા.
ઝંઘાર હાઈસ્કૂલના આચાર્ય આદમભાઈ ભડ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌનું સ્વાગત કર્યું હતું. ડૉ.સુકેતુ દવે, ઝુબેર પટેલ, મુસ્તાકભાઈ પટેલ દ્વારા કોરોનાના રોકવા માટે, સંક્રમણને અટકાવવા કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ એ બાબતે વાત કરી હતી. વેલ્ફેર હોસ્પિટલ ભરૂચના પ્રમુખ ડૉ.ખાલિદ ફાંસીવાલા દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, સેવા કરવી એ મને વારસામાં મળી છે. ભાઈ સલીમ ભાઈ ફાંસીવાલા જીના આકસ્મિક વિદાય પછી આવી પડેલી જિમેંદારી નિભાવવા માટે હું મારા કુટુંબ અને બિઝનેસને છોડીને આવ્યો છું. ત્યારે આપ સૌનો સાથ સહકાર મળશે એ આશા. સમાજને અને જિલ્લાને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધુ સારી સેવા કઇ રીતે કરી શકાય એ માટે આપ સૌના સલાહ સુચન આવકાર્ય છે. આવતા અઠવાડિયે સ્ત્રી રોગ માટે ગાયકોનોલજીસ્ટની સેવા શરૂ થઈ જશે. જનરલ સર્જન ડો સલીમ મગરવાલા દરરોજ સેવાઓ આપશે. ટૂંક સમયમાં ફિઝિસ્યન તેમજ બાળકોના નિષ્ણાત ડોક્ટર્સની સેવા માટે ડોક્ટર્સની નિમણૂક થઇ જશે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોંર એ બાબતનું મહત્વ સમજાવી જયારે પણ જરૂરિયાત હોય વેલ્ફેર હોસ્પિટલનો સંપર્ક સાધ સો તો સેવાઓ મળી જશે અને મદદરૂપ થવા પ્રયત્ન કરીશું. સંસ્થામાં આંખના સર્જનની નિમણૂંક કરવામાં આવી છે ત્યારે હવે વેલ્ફેર હોસ્પિટલ ખાતેજ આંખના દરેક પ્રકારના ઓપરેશન અને સારવાર થઈ શકે છે અને એનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી. કોરોના સંક્રમિત દર્દીઓને તદ્દન મફત સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે સંસ્થાને દાન આપવા અપીલ કરી હતી. ટૂંક સમયમાં હોસ્પિટલમાં નવી લેબોરેટરી શરૂ કરવામાં આવશે અને એ લેબોરેટરીમાં લગભગ ૪૫૦૦ પ્રકારના ટેસ્ટ કરી શકાશે. ઇંશા અલ્લાહ.
વેલ્ફેર હોસ્પિટલની ૭ ટિમ દ્વારા ઘરે-ઘરે જઈ, જનતાના આરોગ્યની ચકાસણી કરવામાં આવી. કોરોના સંક્રમણથી કઇ રીતે બચી શકાય એ બાબતે માહિતગાર કરવામાં આવ્યા. લગભગ ૧૪૦૦ લોકોનું જનરલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ઝંઘાર ગામના આગેવાનો દ્વારા મર્હુમ મુહંમદ ફાંસીવાલા જી તથા ખરા અર્થ માં કોરોના વોર્રિયર અને જનતાની સેવા કરનાર મર્હુમ સલીમભાઈ ફાંસીવાલા માટે દુઆ કરવામાં આવી હતી.