(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે કોરોના વાયરસ મહામારીના કારણે શૈક્ષણિક સંસ્થાઓને પડતી તકલીફોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે માંગ કરી હતી કે શૈક્ષણિક પ્રક્રિયાને અસર ન થાય માટે અભ્યાસ જૂથની રચના કરવામાં આવે. પવારે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, મેં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરી હતી જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરવામાં આવી હતી. ઉપરાંત વહીવટી તંત્રને પડતી મુશ્કેલીઓ તથા વિવિધ વર્ગોને રાહત માટે જરૂરી પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મેં આ મામલે મુખ્યમંત્રીને મારા સૂચનોથી વાકેફ કર્યા હતા. પવારે કરેલી ૧૪ જેટલી ટ્્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે, લોકડાઉન અને કોરોનાની સ્થિતિને પગલે આગામી શૈક્ષણિક સત્ર શરૂ થવામાં વિલંબ થશે જેના કારણે મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને અસર થશે. ઉપરાંત શૈક્ષણિક અને ટેકનોલોજી સંસ્થાઓની આવક પર પણ અસર પડવાની શક્યતા છે. ત્યારબાદ પવારે રાજ્યના ઉદ્યોગો અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ફેકટરીઓ ફરી શરૂ કરવા વ્યુહ અપનાવવાની જરૂર છે. પવારે મહારાષ્ટ્રમાં ઓફિસો, બંદરો અને અન્ય ઉદ્યોગો શરૂ કરવા અંગે સૂચનોનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ની સૌથી વધુ અસર છે.
૧૪ ટ્વીટોમાં શરદ પવારે કોરોના અસરગ્રસ્ત મહારાષ્ટ્રને ફરી શરૂ કરવા સૂચનો રજૂ કર્યા

Recent Comments