(સંવાદદાતા દ્વારા) ઈડર, તા.ર૩
સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે આરોગ્યની વધુ સુવિધાઓથી ઉપલબ્ધ કરવા ઈડર ખાતે ૧પ કરોડના ખર્ચે તૈયાર થયેલ તથા જિલ્લાના અન્ય ૧૪ ગ્રામીણ આરોગ્ય ભવનનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે ઈડરના લાલોડા ખાતે નવનિર્મિત સિવિલ હોસ્પિટલ તથા પોશીના, લાંબડિયા અને ખેડબ્રહ્માના મટોડા ખાતે ૬૧૯ લાખના ખર્ચે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ કડિયાદરા, ડોભાડા, બામણા, દેમતીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૩ર૧.રપ લાખના ખર્ચ તથા એકલારા, પાનોલ, ગઢા, રાયગઢ, હાથરોળ, ગલોડિયા, પીપોદરા અને વરતોલ પેટા આરોગ્ય ખાતાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧પ કરોડથી વધુના ખર્ચે ઈડર સિવિલ હોસ્પિટલ, ગાયનેક વોર્ડ, ઓપરેશન થિયેટર, મેલ-ફીમેલ વોર્ડ, પોસ્ટ ઓપરેટીવ વોર્ડ, લેબ ડિપાર્ટમેન્ટ, ઓપરેશન થિયેટર જેવી આરોગ્યની સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત ઈડરની જૂની સિવિલ હોસ્પિટલમાં ૧ આયુષ્યમાન ડોક્ટર તથા નર્સ મૂકી હાલ પૂરતી સુવિધા ચાલુ રાખવામાં આવશે.
Recent Comments