કરાંચી,તા.૨૪
વેસ્ટઇંડીઝ મહિલા ટીમ લગભગ ૧૫ વર્ષના લાંબા સમય પછી પાકિસ્તાનનો પ્રવાસ કરશે. આ પ્રવાસ દરમિયાન વેસ્ટઇંડીઝની ટીમ પાકિસ્તાન સાથે ત્રણ મેચની ટી૨૦ સિરીઝ રમશે. પ્રાપ્ત અહેવાલ મુજબ આ સિરીઝ ૩૧ જાન્યુઆરીથી શરૂ થશે અને ૩ ફેબ્રુઆરીના સમાપ્ત થશે. આ સંપૂર્ણ સિરીઝ પાકિસ્તાના કરાચીમાં રમાશે.
છેલ્લે ૨૦૦૪માં વેસ્ટઇંડીઝની ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઇ હતી. નેધરલેન્ડ્‌સ પછી વેસ્ટઇંડીઝ બજી ટીમ હતી કે જે પાકિસ્તાનના પ્રવાસે ગઇ હતી. ત્યાર પછી વર્ષ ૨૦૧૫માં બાંગ્લાદેશે પાકિસ્તાનમાં ટી૨૦ અને વન-ડે સિરીઝ રમી હતી.
જ્યારે આ બાબતને ધ્યાનમાં લઇને પાકિસ્તના ક્રિકેટ બોર્ડના મુખ્ય પરિચાલન અધિકારી સુભાન અહમદે જણાવ્યું હતું કે મહિલા ક્રિકેટ ટીમનો પાકિસ્તાન પ્રવાસ માત્ર પાકિસ્તાન માટે જ નહીં પુરંતુ સામાન્ય રીતે મહિલા ક્રિકેટ માટે સારા સમાચાર છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે પીસીબ પર ભરોસો મુકલા બદલ અને કરાચીમાં ટી૨૦ સિરીઝ રમવા બદલ અમે વસ્ટઇંડીઝ ક્રિકેટ બોર્ડનો આભાર માનીએ છીએ. તેમના આ નિર્ણયથી એક વાત સ્પષ્ઠ થાય છે કે પાકિસ્તના પણ અન્ય દેશનોની જેમ સુરક્ષિત છે.