અમરેલી, તા.૧૩
અમરેલીમાં આરટીઓના નવા નિયમો મુજબ તમામ કાગળો જેવા કે, પીયુસી, વીમો લાયસન્સ સહિતના કાગળો તેમજ હેલ્મેટ, સીટબેલ્ટ સહિતના આરટીઓ નિયમો મુજબ પાલન કરવાનું રહેશે અન્યથા તા.૧૬મીથી દંડ ભરવા તૈયાર રહેવું પડશે. જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી શહેરના અને જિલ્લાના ભરના વાહન ચાલકોને પોતાના જરૂરી કાગળો પાસે રાખવા તેમજ હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતના નિયમો મુજબ પાલન કરવા જણાવાયું છે. આરટીઓના નવા નિયમો આગામી ૧૬મીથી અમલમાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા વાહન ચાલકોને વિવિધ દંડ આપવા માટે ચલણ ફાડવામાં આવે છે તેમાં જીઆરડી, ટ્રાફિક બ્રિગેડિયર કે, કોન્સ્ટેબલ ચલણ ફાડી નહીં શકે તેમ જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા જણાવાયું હતું.