(સંવાદદાતા દ્વારા)
ગોધરા, તા.૧૪
પંચમહાલ જિલ્લાના પાટનગર એવા ગોધરા નગરમાં ફરી એક વખત હ્યુમન્સ કેર નામક સેવાકીય મંડળ દ્વારા લોકસેવાના કાજે ઇંડિયન રેડક્રોશના સહયોગથી સમસ્ત મુસ્લિમ સમાજને સાથે રાખી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા નગરના અનેક રક્તદાતાઓએ પોતાના અણમોલ રક્તનું દાન કરી માનવતાની મહેક મહેકાવી હતી. થેલેસિમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે રક્ત એક માત્ર વિકલ્પ હોય છે. જેને ધ્યાનમાં લઈને ગોધરા નગરના હ્યુમન્સ કેર નામક સેવાકીય મંડળ દ્વારા સરકાર ની ગાઈડ લાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવી મદ્રસા નુરૂલઇસ્લામ, પોલાન બજાર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ૧૭૪ જેટલા ડોનરો દ્વારા રક્તદાન કરવામાં આવ્યુ હતું. દરેક રક્તદાન કરનાર ડોનરો અને કેમ્પ માં મદદરૂપ થનાર નો સાજીદ ભાઈ સુરતી અને તેમની ટીમ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.